________________
સ્થાન-પ: ઉદ્દેશક - ૨
[ ૬૯]
ઉપાધ્યાયને જે વિશેષ અધિકાર પ્રાપ્ત થયા હોય તે અધિકારને જ અહીં અતિશય રૂપે કહ્યા છે. તે સૂત્રાર્થથી સ્પષ્ટ છે. વ્યવહાર સૂત્ર ઉદ્દે.-૬, સૂત્ર-૨ માં પણ આ અતિશયો નિર્દિષ્ટ છે.
આચાર્ય-ઉપાધ્યાયના ગણ ત્યાગનાં કારણો:६३ पंचहिं ठाणेहिं आयरिय-उवज्झायस्स गणावक्कमणे पण्णत्ते, तं जहा
आयरिय-उवज्झाए गणंसि आणं वा धारणं वा णो सम्मं पउंजित्ता भवइ । आयरिय-उवज्झाए गणंसि अहारायणियाए किइकम्मं वेणइयं णो सम्म पउंजित्ता भवइ । आयरिय-उवज्झाए गणंसि जे सुयपज्जवजाए धारेइ, ते काले-काले णो सम्ममणुपवादेत्ता भवइ । आयरिय-उवज्झाए गणंसि सगणियाए वा परगणियाए वा णिग्गंथीए बहिल्लेसे भवइ । मित्ते णाइगणे वा से गणाओ अवक्कमेज्जा, तेसिं संगहोवग्गहट्टयाए गणावक्कमणे पण्णत्ते । ભાવાર્થ :- પાંચ કારણે આચાર્ય-ઉપાધ્યાય ગણથી અપક્રમણ કરે છે(ગણથી પૃથક થાય છે), તે આ પ્રમાણે છે
(૧) ગણમાં આચાર્ય કે ઉપાધ્યાયની આજ્ઞા અને ધારણાનું સમ્યફ પાલન થતું ન હોય. (૨) આચાર્ય કે ઉપાધ્યાય ગણમાં નાના-મોટાના ક્રમથી વંદન અને વિનયાદિનો સમ્યક પ્રયોગ કરાવી શકતા ન હોય. (૩) આચાર્ય અને ઉપાધ્યાયે જે મૃતપર્યાય ધારણ કર્યા હોય, તેની સમયે સમયે સમ્યફ વાચના આપી શકતા ન હોય. (૪) આચાર્ય કે ઉપાધ્યાય પોતાના ગણની અથવા બીજાના ગણની નિગ્રંથી પ્રતિ બહિર્લેશ્ય(આસક્ત) થયા હોય. (૫) આચાર્ય કે ઉપાધ્યાયના મિત્ર, જ્ઞાતિજન-કુટુંબી આદિ ગણમાંથી નીકળી ગયા હોય તેઓને પુનઃ ગણમાં લાવવા હોય અથવા તેનો ઉપકાર કરવો હોય તો તે ગણથી પૃથક થાય છે.
વિવેચન :
સાધુ-સાધ્વી તથા આચાર્ય, ઉપાધ્યાયે ગચ્છમાં જ રહેવું જોઈએ. તેમ છતાં સુત્રોક્ત પાંચ કારણોમાંથી કોઈ પણ કારણ ઉપસ્થિત થાય તો આચાર્ય કે ઉપાધ્યાય ગણને છોડે છે. આ અપવાદ માર્ગ છે.
આચાર્ય અને ઉપાધ્યાય ગણના સ્વામી હોય છે. તેઓ સંઘનું સંચાલન સારી રીતે કરતા હોય છે પરંતુ તેઓને એવો અનુભવ થાય કે હવે આ ગણમાં મારી આજ્ઞા કે ધારણાની અવહેલના થાય છે, જ્ઞાનનો ઉપયોગ થતો નથી તો તેઓ ગણથી પૃથક થઈ શકે છે.
હિને :- આચાર્યાદિ બ્રહ્મચર્યમાં ચલચિત્ત થઈ ગયા હોય તો તે પદવીધર ગણ ત્યાગ કરી શકે છે. પરંતુ પદવી ધારણ કરીને જિનશાસનની અવહેલના કરવી તે યોગ્ય નથી.