SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન - ૫ : ઉદ્દેશક-૨ ધાતકીખંડ-પુષ્કરવરના પર્વતાદિ : ५५ धायइसंडे दीवे पुरत्थिमद्धे णं मंदरस्स पव्वयस्स पुरत्थिमे णं सीयाए महाणईए उत्तरे णं पंच वक्खारपव्वया पण्णत्ता, तं जहा- मालवंते, एवं जहा जंबुद्दीवे तहा जाव पुक्खरवरदीवड्डुं पच्चत्थिमद्धे वक्खारपव्वया दहा य उच्चत्तं भाणियव्वं । ૬૫ ભાવાર્થ :- ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં મંદર પર્વતની પૂર્વમાં તથા સીતા મહાનદીની ઉત્તરમાં પાંચ વક્ષસ્કાર પર્વત છે, તે આ પ્રમાણે– (૧) માલ્યવાન્ (૨) ચિત્રકૂટ (૩) પશ્નકૂટ (૪) નલિનકૂટ (૫) એક શૈલ. તે રીતે ધાતકીખંડ દ્વીપના પશ્ચિમાર્ધમાં તથા અર્ધપુષ્કરવર દ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં પણ જંબુદ્રીપની જેમ પાંચ-પાંચ વક્ષસ્કાર પર્વત, દ્રહ અને વક્ષસ્કાર પર્વતોની ઊંચાઈ-ઊંડાઈ કહેવી જોઈએ. સમયક્ષેત્રમાં પંચ સંખ્યક સ્થાનો : ५६ समयक्खेत्ते णं पंच भरहाई, पंच एरवयाइं, एवं जहा चउट्ठाणे बिईयउद्देसे तहा एत्थवि भाणियव्वं जाव पंच मंदरा पंच मंदरचूलियाओ, વર- उसुयारा ખસ્થિ । -: ભાવાર્થ:- સમયક્ષેત્ર(અઢી દ્વીપ)માં પાંચ ભરત, પાંચ ઐરવત ક્ષેત્ર છે. ચોથા સ્થાનમાં બીજા ઉદ્દેશામાં જેમ વર્ણન કર્યું છે, તેમ અહીં પણ જાણવું. યાવત્ સમયક્ષેત્રમાં પાંચ મંદર, પાંચ મંદર ચૂલિકા છે. વિશેષતા એ કે અહીં ઈયુકાર પર્વતનું કથન નથી.(કારણ કે તે પર્વત સમયક્ષેત્રમાં ચાર હોય છે, પાંચ નથી હોતા. માટે પાંચમા સ્થાનમાં તેનું કથન થતું નથી) ૠષભદેવ આદિની અવગાહના : ५७ उसमे णं अरहा कोसलिए पंच धणुसयाई उड्डुं उच्चत्तेणं होत्था । કૌશલિક- કુશળ દેશમાં ઉત્પન્ન તીર્થંકર અત્યંત ૠષભદેવની પાંચસો ધનુષ્યની ઊંચાઈ ભાવાર્થ હતી. ५८ भरहे णं राया चाउरंतचक्कवट्टी पंच धणुसयाई उड्डुं उच्चत्तेणं होत्था । ભાવાર્થ :- ચાતુરંત ચક્રવર્તી ભરત રાજાની પાંચસો ધનુષની ઊંચાઈ હતી. ५९ बाहुबली णं अणगारे, बंभी णं अज्जा, सुंदरी णं अज्जा पंच धणुसयाई उड्डुं उच्चत्तेणं होत्था ।
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy