________________
૬૪ |
શ્રી ઠાણાગ સૂત્ર-૨
પર્વત ઉત્તરકુરુક્ષેત્રની અને સોમનસ અને વિદ્યુ—ભ ગજદંતા પર્વત દેવકુરુક્ષેત્રની મર્યાદા કરે છે. શેષ ૧૬ વક્ષસ્કાર પર્વતો મહાવિદેહ ક્ષેત્રની વિજયોની મર્યાદા કરે છે.
દેવકુ ઉત્તરકુરુના મહાદ્રહો:५२ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणे णं देवकुराए कुराए पंच महद्दहा पण्णत्ता, तं जहा- णिसहदहे, देवकुरुदहे, सूरदहे, सुलसदहे, विज्जुप्पभदहे । ભાવાર્થ :- જંબૂઢીપ નામના દ્વીપમાં મંદર પર્વતના દક્ષિણ ભાગમાં દેવકુરુ નામક કુરુક્ષેત્રમાં પાંચ મહાદ્રહ છે, તે આ પ્રમાણે છે– (૧) નિષધ દ્રહ (૨) દેવકુરુ દ્રહ (૩) સૂર્ય દ્રહ (૪) તુલસ દ્રહ (૫) વિધુભ દ્રહ. ५३ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरे णं उत्तरकुराए कुराए पंच महादहा पण्णत्ता, तं जहा- णीलवंतदहे, उत्तरकुरुदहे, चंददहे, एरावणदहे, मालवंतदहे । ભાવાર્થ :- જંબૂઢીપ નામના દ્વીપમાં મંદર પર્વતના ઉત્તર ભાગમાં ઉત્તરકુરુ નામના કુરુક્ષેત્રમાં પાંચ મહાદ્રહ છે, તે આ પ્રમાણે છે– (૧) નીલવંત દ્રહ (૨) ઉત્તરકુરુ દ્રહ (૩) ચન્દ્ર દ્રહ (૪) ઐરાવણ દ્રહ (૫) માલ્યવંત દ્રહ. વક્ષસ્કાર પર્વતનું પ્રમાણ:५४ सव्वेवि णं वक्खारपव्वया सीया-सीओयाओ महाणईओ मंदरं वा पव्वयंतेण पंच जोयणसयाई उड्ढे उच्चत्तेणं, पंचगाउसयाई उव्वेहेणं ।
ભાવાર્થ :- સર્વ વક્ષસ્કાર પર્વત સીસોદા અને સીતા નદીની પાસે અને મંદર પર્વતની પાસે પાંચ સો યોજન ઊંચા અને પાંચસો ગાઉ ઊંડા છે.
વિવેચન :
મહાવિદેહક્ષેત્રમાં વિજયની મર્યાદા કરતા સોળ વક્ષસ્કાર પર્વતો છે. તે ઉત્તર, દક્ષિણ લાંબા અને પૂર્વ પશ્ચિમ પહોળા છે. તે પર્વતો સીતા-સીતોદા નદી સમીપે ૫00 યોજન ઊંચા અને ૫00 ગાઉ(૧૨પ યોજન) ઊંડા છે અને નીલવંત તથા નિષધ પર્વત પાસે તે ૪00 યોજન ઊંચા છે. પાંચમું સ્થાન હોવાથી અહીં ૫00 યોજન ઊંચાઈનું જ કથન છે. ચાર ગજદંતા પર્વત પણ વક્ષસ્કારપર્વત છે તે મેરુપર્વત પાસે ૫00 યોજન ઊંચા છે, માટે તેનું પણ અહીં કથન છે. આ રીતે સીતા નદી પાસે આઠ અને સીતાદા નદી પાસે આઠ તથા મેરુ પાસે ચાર એમ કુલ ૨૦ પર્વતના પાંચસો યોજન હોવાનું કથન પ્રસ્તુત સૂત્રમાં છે.