________________
સ્થાન -૫ઃ ઉદ્દેશક-૨
[ ૬૧]
અપેક્ષાએ અને પ્રાણી-ભૂતઆદિ દ્વારા એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યંતના પાંચ જાતિના જીવોની અપેક્ષાએ, એમ ત્રણ પ્રકારે પાંચ-પાંચ સંયમ-અસંયમનું કથન છે. એકેન્દ્રિય જીવની ઘાત ન કરે તો પૃથ્વી આદિ પાંચ એકેન્દ્રિય જીવ સંબંધી સંયમ થાય છે અને પંચેન્દ્રિય જીવની ઘાત ન કરે તો શ્રોતેન્દ્રિય વગેરે પાંચ ઈન્દ્રિયરૂપ પ્રાણોનો વ્યાઘાત (નાશ) ન થાય, તેથી તે પાંચ પ્રકારનો સંયમ કહેવાય છે.
સૂત્રકારે આ ત્રણ સૂત્ર દ્વારા ૧૭ પ્રકારના સંયમમાંથી દશ પ્રકારના સંયમનું કથન કર્યું છે.
અગ્રગીજ આદિ વનસ્પતિઃ४४ पंचविहा तणवणस्सइकाइया पण्णत्ता, तं जहा- अग्गबीया, मूलबीया, पोरबीया, खंधबीया, बीयरूहा ।
ભાવાર્થ :- તણ વનસ્પતિકાયિક જીવના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) અઝબીજ (૨) મૂલબીજ (૩) પર્વબીજ (૪) સ્કંધબીજ (૫) બીજહ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં તૃણ વનસ્પતિના પાંચ પ્રકાર દર્શાવ્યા છે. સ્થાન-૪, ઉદ્દે-૧, સૂત્ર-૧૫માં ચાર પ્રકાર; સ્થાન-૬, સૂત્ર-૧૧માં છ પ્રકાર; સ્થાન- આઠમાં આઠ પ્રકાર અને સ્થાન-દશમાં તૃણવનસ્પતિના દશપ્રકાર દર્શાવ્યા છે. અહીં તૃણ વનસ્પતિથી માત્ર તૃણ (ઘાસ) ગ્રહણ ન કરતાં સર્વ બાદર વનસ્પતિનું ગ્રહણ થાય છે.
ઉપરોક્ત સ્થાન-૪,૫ અને ૬માં બીજરૂપ કે ઊગવાની અપેક્ષાએ ભેદ દર્શાવ્યા છે અને સ્થાન-૮, સૂત્ર-૩૫ અને સ્થાન–૧0, સૂત્ર-૧૪૭માં વિભાગની અપેક્ષાએ ભેદ દર્શાવ્યા છે.
પંચાચાર :
४५ पंचविहे आयारे पण्णत्ते, तं जहा- णाणायारे, दसणायारे, चरित्तायारे, तवायारे, वीरियायारे । ભાવાર્થ:- આચારના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) જ્ઞાનાચાર (૨) દર્શનાચાર (૩) ચારિત્રાચાર (૪) તપાચાર (૫) વીર્યાચાર.
વિવેચન :
આવોરે = આચાર. આચાર શબ્દના ત્રણ અર્થ છે– આચરણ, વ્યવહાર, આસેવન. આચાર મનુષ્યનો ક્રિયાત્મક પક્ષ છે. પ્રસ્તુત સૂત્રમાં જ્ઞાન, દર્શન, ચારિત્રના ક્રિયાત્મક પક્ષનો નિર્દેશ છે.