________________
[ ૬૦ ]
શ્રી ઠાણાગ સત્ર-૨
पुढविकाइयअसंजमे जाव वणस्सइकाइयअसंजमे । ભાવાર્થ - એકેન્દ્રિય જીવોનો આરંભ કરનારને પાંચ પ્રકારનો અસંયમ થાય છે, તે આ પ્રમાણે છે(૧) પૃથ્વીકાયિક અસંયમ યાવત્ વનસ્પતિકાયિક અસંયમ.
४० पंचिंदिया णं जीवा असमारभमाणस्स पंचविहे संजमे कज्जइ, तं जहासोइंदियसंजमे जाव फासिंदियसंजमे । ભાવાર્થ:- પંચેન્દ્રિય જીવોનો આરંભ-સમારંભ ન કરનારાને પાંચ પ્રકારે સંયમ થાય છે, તે આ પ્રમાણે છે– શ્રોતેન્દ્રિય સંયમ યાવત્ સ્પર્શેન્દ્રિય સંયમ. (કારણ કે તે પાંચ ઇન્દ્રિયોનો વ્યાઘાત કરતા નથી.) ४१ पंचिंदिया णं जीवा समारंभमाणस्स पंचविहे असंजमे कज्जइ, तं जहा- सोइंदिय-असंजमे जाव फासिंदिय-असंजमे । ભાવાર્થ :- પંચેન્દ્રિય જીવોનો ઘાત કરનારાને પાંચ પ્રકારે અસંયમ થાય છે, તે આ પ્રમાણે છેશ્રોતેંદ્રિય અસંયમ યાવત સ્પર્શેન્દ્રિય અસંયમ. ४२ सव्वपाणभूयजीवसत्ताणं असमारभमाणस्स पंचविहे संजमे कज्जइ, तं जहा- एगिंदियसंजमे जाव पंचिंदियसंजमे । ભાવાર્થ :- સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વોની ઘાત ન કરનારને પાંચ પ્રકારે સંયમ થાય છે, તે આ પ્રમાણે છે- એકેન્દ્રિય સંયમ યાવત્ પંચેન્દ્રિય સંયમ. |४३ सव्वपाणभूयजीवसत्ताणं समारभमाणस्स पंचविहे असंजमे कज्जइ, तं जहा- एगिदिय-असंजमे जाव पंचिंदिय-असंजमे । ભાવાર્થ :- સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વની ઘાત કરનારને પાંચ પ્રકારે અસંયમ થાય છે, તે આ પ્રમાણે છે– એકેન્દ્રિય અસંયમ યાવતુ પંચેન્દ્રિય અસંયમ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સમારંભ પદ દ્વારા આરંભનું સૂચન છે અથવા મધ્યમપદના ગ્રહણ દ્વારા આદિ પદ સંરંભ અને અંતિમપદ આરંભનું પણ ગ્રહણ થઈ જાય છે.
સંરંભ– સંકલ્પ, સમારંભ– પૂર્વ પ્રયત્ન, આરંભ = પૃથ્વીકાયાદિ જીવોની ઘાત કરવી. અહીં ત્રણ સૂત્ર દ્વારા એકેન્દ્રિયમાં પાંચ સ્થાવરની અપેક્ષાએ, પંચેન્દ્રિયમાં પાંચ ઇન્દ્રિયોની