________________
સ્થાન - ૫ : ઉદ્દેશક -૨
૫૦
(૧) સામાયિક સંયમ :– સમઃ = રાગદ્વેષ રહિતની, અયઃ = ગમન-પ્રવૃત્તિ. રાગદ્વેષ રહિત બની જે પ્રવૃત્તિ થાય તે અને સર્વ સાવધ–પાપકારી કાર્યોનો ત્યાગ તે સામાયિક છે.
પ્રથમ અને અંતિમ તીર્થંકરના સમયમાં દીક્ષા સમયે સામાયિક સંયમ આપવામાં આવે છે. તત્પશ્ચાત્ છેદોપસ્થાપનીય સંયમ આપવામાં આવે છે. મધ્યના બાવીસ તીર્થંકરના સમયમાં સંયમ ગ્રહણ સમયે જ યાવજીવન માટે સામાયિક ચારિત્ર અપાય છે.
(૨) છેદોપસ્થાપનીય સંયમ ઃ જે સંયમમાં પૂર્વ પર્યાયનો છેદ કરી, મહાવ્રતનું આરોપણ કરવામાં આવે, તેને છેદોપસ્થાપનીય સંયમ કહે છે. વડી દીક્ષામાં મહાવ્રતોનો સ્વીકાર કરાય છે તેને અને કોઈ મોટા દોષનું સેવન કરે ત્યારે પૂર્વ દીક્ષા પર્યાયનો છેદ કરી પુનઃ મહાવ્રત આપવામાં આવે છે તેને, છેદોપસ્થાપનીય સંયમ કહે છે.
(૩) પરિહાર વિશુદ્ધ સંયમ :– તપ વિશેષ દ્વારા વિશુદ્ધ એવા સંયમને પરિહાર વિશુદ્ધ સંયમ કહે છે. અઢાર મહિના પર્યંત નવ સાધુ આ સંયમનું પાલન કરે છે. તેમાં છ મહિના ચાર સાધુ તપ કરે તે પારિહારિક નિર્વિશમાન કહેવાય, ચાર સાધુ સેવા કરે તે અનુપારિહારિક નિર્વિષ્ટકાયિક કહેવાય છે અને એક વાચનાચાર્ય બને છે. તત્પશ્ચાત્ છ મહિના તપ કરતાં હોય તે સેવા કરે, સેવા કરનાર તપ કરે અને એક વાચનાચાર્ય રહે છે. પછી છ મહિના વાચનાચાર્ય તપ કરે, શેષ સાધુ સેવા કરે અને એક વાચનાચાર્ય બને. આ રીતે ૧૮ મહિનાનો એક કલ્પ પૂર્ણ થાય પછી તે સાધુઓ ગચ્છમાં આવી જાય અથવા જીવનપર્યંત તે જ રીતે ક્રમપૂર્વક તપ સાધના કરતા રહે છે.
(૪) સૂક્ષ્મ સંપરાય સંયમ :– સૂક્ષ્મ લોભ જ માત્ર ઉદયમાં હોય તેવા દસમા ગુણસ્થાનવર્તી જીવોનું ચારિત્ર, સૂક્ષ્મ સંપરાય સંયમ કહેવાય છે.
(૫) યથાખ્યાત સંયમ :– કષાય રહિત વીતરાગીનું ચારિત્ર, યથાખ્યાત સંયમ કહેવાય છે. પાંચ પ્રકારના સંયમનું વિસ્તૃત વિવેચન શ્રી ભગવતી સૂત્ર શતક-૨૫માં છે.
આરંભ-અનારંભજનિત સંયમ-અસંયમ :
३८ एगिंदिया णं जीवा असमारंभमाणस्स पंचविहे संजमे कज्जइ, तं जहापुढविकाइयसंजमे, आउकाइयसंजमे, तेडकाइयसंजमे, वाउकाइयसंजमे, वणस्सइ- काइयसंजमे ।
ભાવાર્થ :- એકેન્દ્રિય જીવોનો આરંભ, સમારંભ ન કરનારાને પાંચ પ્રકારે સંયમ થાય છે, તે આ પ્રમાણે છે– (૧) પૃથ્વીકાયિક સંયમ (૨) અપ્લાયિક સંયમ (૩) તેજસ્કાયિક સંયમ (૪) વાયુકાયિક સંયમ (૫) વનસ્પતિકાયિક સંયમ.
३९ एगिंदिया णं जीवा समारभमाणस्स पंचविहे असंजमे कज्जइ, तं जहा