________________
શ્રી ઠાણાગ સત્ર-૨
સંવર-અસંવરના પ્રકાર :|३५ पंचविहे संवरे पण्णत्ते, तं जहा- सोइंदियसंवरे जाव फासिंदियसंवरे । ભાવાર્થ – સંવરના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે- શ્રોતેન્દ્રિય સંવર યાવત સ્પર્શેન્દ્રિય સંવર. ३६ पंचविहे असंवरे पण्णत्ते, तं जहा- सोइंदियअसंवरे जाव wાલિવિય-સંવરે ! ભાવાર્થ :- અસંવરના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– શ્રોતેન્દ્રિય અસંવર યાવત્ સ્પર્શેન્દ્રિય અસંવર. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ ઇન્દ્રિયના સંવર-અસંવરનું કથન છે. સંવર = રોકવું, અટકાવવું. ઇન્દ્રિયોને વિષયમાં જતી રોકવી કે તે વિષયભોગના પ્રત્યાખ્યાન કરવા, તે ઇન્દ્રિય સંવર છે. સંવર કરવાથી કર્મનો આશ્રવ અટકે છે. ઇન્દ્રિયોના વિષયોમાં લીન રહેવાથી અને તેમાં રાગદ્વેષ કરવાથી કર્મ બંધ થાય છે માટે તે અસંવરરૂપ છે.
સ્થાન-૬, સૂત્ર-૧૪,૧૫માં પાંચ ઇન્દ્રિય અને મન સહિત છ પ્રકારના સંવર, અસંવરનું સ્થાન-૮, સૂત્ર-૧૪,૧૫ માં પાંચ ઇન્દ્રિય અને ત્રણેયોગ સહિત આઠ પ્રકારના સંવર-અસંવરનું કથન છે.
ચારિત્રના પાંચ પ્રકાર :३७ पंचविहे संजमे पण्णत्ते, तं जहा- सामाइयसंजमे, छेदोवट्ठावणियसंजमे, परिहारविसुद्धियसंजमे, सुहमसंपरायसंजमे, अहक्खायचरित्तसंजमे । ભાવાર્થ :- સંયમના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સામાયિક સંયમ- સર્વ સાવધ કાર્યોનો પરિત્યાગ કરવો (૨) છેદોપસ્થાપનીય સંયમ– પંચમહાવ્રતોનું પુનઃ આરોપણ કરવું, વડી દીક્ષા દેવામાં આવે તે. (૩) પરિહારવિશુદ્ધિક સંયમ– તપસ્યા વિશેષની સાધના કરવી (૪) સૂમ સંપરાય સંયમદશમા ગુણસ્થાનનો સંયમ (૫) યથાખ્યાત ચારિત્ર સંયમ- ૧૧મા ગુણસ્થાનથી ચૌદમા ગુણસ્થાનવર્તી વીતરાગી જીવોનો વીતરાગ સંયમ.
વિવેચન :
સંયમ :- ઇન્દ્રિયાદિનું સંયમન-નિગ્રહ તે સંયમ. તેમજ અઢાર પાપોનો ત્યાગ, પાપથી અટકી જવું, અલગ થઈ જવું, તેને સંયમ કહે છે. પાંચ પ્રકારના સંયમનું વર્ણન આ પ્રમાણે છે