________________
સ્થાન - ૫ : ઉદ્દેશક - ૨
૫૭
ગાઢ બનાવે છે, દુર્લભ બોધિત્વને પ્રાપ્ત થાય છે. દુર્લભબોધિ– શુદ્ધધર્મની સમજણ, ધર્મરુચિ, ધર્મ શ્રદ્ધાને "બોધિ" કહે છે, તેની અપ્રાપ્તિ તે દુર્લભબોધિ. મિથ્યાત્વ મોહનીયના ઉદયે જૈનધર્મની પ્રાપ્તિ, રુચિ અને શ્રદ્ધા થતી નથી અર્થાત્ સાચા ધર્મની સમજણ પ્રાપ્ત થતી નથી.
અવળ્વ :- અવર્ણ એટલે અશ્લાઘા, નિંદા, અવજ્ઞાયુક્ત વચન બોલવા કે અવજ્ઞા કરવી; કોઈના અવગુણ પ્રગટ કરવા, તેને અવર્ણવાદ કહે છે અને વળ = વર્ણ એટલે શ્લાઘા, પ્રશંસા કરવી, ગુણગાન ગાવા, બહુમાનપૂર્વકના વચનો બોલવા.
પ્રતિસંલીનતા-અપ્રતિસંલીનતા :
| ३३ पंच पडिसंलीणा पण्णत्ता, तं जहा- सोइंदियपडिसंलीणे, चक्खिदियपडिसंलीणे, घाणिंदियपडिसंलीणे, जिब्भिदियपडिसंलीणे, फासिंदियपडिली ।
ભાવાર્થ :- પ્રતિસંલીનતા(ઇન્દ્રિય વિષયનો નિગ્રહ કરનારના) પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) શ્રોતેન્દ્રિય પ્રતિસંલીન– શુભ, અશુભ શબ્દમાં રાગદ્વેષ ન કરનારા. (૨) ચક્ષુરિન્દ્રિય પ્રતિસંલીન- શુભ, અશુભ રૂપમાં રાગદ્વેષ ન કરનારા. (૩) ઘ્રાણેન્દ્રિય પ્રતિસંલીન– શુભ, અશુભ ગંધમાં રાગદ્વેષ ન કરનારા. (૪) જિહેન્દ્રિય પ્રતિસંલીન- શુભ, અશુભ રસમાં રાગદ્વેષ ન કરનારા. (૫) સ્પર્શેન્દ્રિય પ્રતિસંલીન– શુભ, અશુભ સ્પર્શમાં રાગદ્વેષ ન કરનારા.
| ३४ पंच अपडिसंलीणा पण्णत्ता, तं जहा- सोइंदिय अपडिसंलीणे, चक्खिदिय अपडिसंलीणे, घाणिदिय अपडिसंलीणे, जिब्भिदिय- अपडिसंलीणे, फासिंदिय अपडि- संलीणे ।
ભાવાર્થ :- અપ્રતિસંલીન–ઇન્દ્રિય વિષયનો નિગ્રહ ન કરનારના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) શ્રોતેન્દ્રિય અપ્રતિસંલીન- શુભ, અશુભ શબ્દમાં રાગદ્વેષ કરનારા. (૨) ચક્ષુરિન્દ્રિય અપ્રતિસંલીન– શુભ, અશુભ રૂપમાં રાગદ્વેષ કરનારા. (૩) ઘ્રાણેન્દ્રિય અપ્રતિસંલીન- શુભ, અશુભ ગંધમાં રાગદ્વેષ કરનારા. (૪) રસનેન્દ્રિય અપ્રતિસંલીન– શુભ, અશુભ રસમાં રાગદ્વેષ કરનારા. (૫) સ્પર્શેન્દ્રિય અપ્રતિસંલીન– શુભ, અશુભ સ્પર્શમાં રાગદ્વેષ કરનારા.
વિવેચન :
પકિસતીળા :– વિષયો તરફ જતી ઇન્દ્રિયોને પાછીવાળી આત્મામાં સ્થાપિત કરવી, પ્રાપ્ત વિષયમાં રાગદ્વેષ ન કરવો, તેને પ્રતિસંલીનતા કહે છે. તે બાહ્યતપનો છઠ્ઠો પ્રકાર છે. પ્રતિસંલીનતાના ચાર પ્રકાર છે. ઇન્દ્રિય પ્રતિસંલીનતા, કષાય પ્રતિસંલીનતા, યોગપ્રતિસંલીનતા, વિવક્ત શયનાસન પ્રતિસંલીનતા. પ્રસ્તુતમાં ઇન્દ્રિય પ્રતિસંલીનતાના પાંચ પ્રકારનો ઉલ્લેખ છે.