________________
૫ ૬
શ્રી ઠાણાગ સૂત્ર-૨
રહિત આહાર ગ્રહણ કરવાને અથવા પ્રાયશ્ચિત્ત દ્વારા ચારિત્રને શુદ્ધ કરવામાં આવે તેને વિરોહી કહે છે.
સ્થાન-૩, ઉદ્દે.-૪, સૂત્ર-૭માં ત્રણ પ્રકારના ઉપઘાત અને ત્રણ પ્રકારની વિશોધિનું કથન છે. અહીં પાંચમાં સ્થાનમાં પૂર્વોક્ત ત્રણમાં પરિકર્મ અને પરિહરણને ઉમેરીને પાંચ પ્રકારના ઉપઘાત અને વિશોધિનું કથન છે. પરિશ્ન :- પરિકર્મ. પાત્રને સુંદર અને સુશોભિત કરવા, જરૂરિયાત વિના વસ્ત્રને નાના મોટા કરવા. વિશેષ કારીગરી પૂર્વક સિલાઈ કરવી. થીંગડા દેવા, નિવાસસ્થાનનું સમારકામ, રંગકામ કરાવવું, વગેરે ક્રિયા કરવી તે. પરિહરણ :- અકલ્પનીય ઉપધિ, ઉપકરણ ગ્રહણ કરવા. દુર્લભ-સુલભ બોધિનાં કારણો - ३१ पंचहिं ठाणेहिं जीवा दुल्लहबोहियत्तए कम्मं पकरेंति, तं जहा- अरहताणं अवण्णं वयमाणे, अरहंतपण्णत्तस्स धम्मस्स अवण्णं वयमाणे, आयरियउवज्झायाणं अवण्णं वयमाणे, चाउवण्णस्स संघस्स अवण्णं वयमाणे, विवक्क-तव-बंभचेराणं देवाणं अवण्णं वयमाणे । ભાવાર્થ:- પાંચ કારણે જીવ દુર્લભબોધિ બને તેવા મોહનીય આદિ કર્મ ઉપાર્જન કરે છે, તે આ પ્રમાણે છે– (૧) અરિહંત ભગવંત(તીર્થંકર પ્રભુ)ના અવર્ણવાદ કરે, (ર) તીર્થકર પ્રરૂપિત ધર્મના અવર્ણવાદ કરે, (૩) આચાર્ય-ઉપાધ્યાયના અવર્ણવાદ કરે, (૪) ચતુર્વિઘ સંઘના અવર્ણવાદ કરે, (૫) તપ અને બ્રહ્મચર્યના પરિપાક રૂપે દિવ્ય ગતિ પામેલા દેવોના અવર્ણવાદ કરે. |३२ पंचहिं ठाणेहिं जीवा सुलहबोहियत्ताए कम्मं पकरेंति,तं जहा- अरहताणं वण्णं वयमाणे, अरहतपण्णत्तस्स धम्मस्स वण्णं वयमाणे, आयरियउवज्झायाणं वण्णं वयमाणे, चाउवण्णस्स संघस्स वण्णं वयमाणे विवक्क-तव-बंभचेराणं देवाणं वण्णं वयमाणे । ભાવાર્થ :- પાંચ કારણે જીવ સુલભબોધિ બને, તેવા કર્મ ઉપાર્જન કરે છે, તે આ પ્રમાણે છે– (૧) તીર્થકર પ્રભુના ગુણગાન કરે, (૨) તીર્થકર પ્રરૂપિત ધર્મના ગુણગાન કરે, (૩) આચાર્ય-ઉપાધ્યાયના ગુણગાન કરે, (૪) ચતુર્વિધ સંઘના ગુણગાન કરે, (૫) તપ અને બ્રહ્મચર્યના વિપાક રૂપે દિવ્યગતિને પામેલા દેવના ગુણગાન કરે. વિવેચન :
અરિહંત, ધર્મ વગેરેના અવર્ણવાદથી જીવ મિથ્યાત્વ મોહનીય કર્મનો બંધ કરે છે, મિથ્યાત્વને