________________
સ્થાન -૫ઃ ઉદ્દેશક-૨
[ પ પ ]
રૂપ છે. તેથી કર્મરજના ગ્રહણમાં નિમિત્ત બને છે.
પ્રાણાતિપાત વિરમણથી પરિગ્રહ વિરમણ પર્વતના ભાવો સંવરરૂપ હોવાથી કર્મક્ષયમાં કારણભૂત છે.
પાંચમી ભિક્ષુપ્રતિમાની દત્તિઓ:२८ पंचमासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स कप्पंति पंच दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, पंच पाणगस्स ।
ભાવાર્થ:- પાંચ માસની ભિક્ષુ પ્રતિમા ધારણ કરનાર અણગારને પાંચ દત્તિ ભોજનની અને પાંચ દત્તિ પાણીની ગ્રહણ કરવી કહ્યું છે.(પડિમાનું વિશેષ વર્ણન દશાશ્રુત સ્કંધસૂત્ર પ્રમાણે જાણવું.)
ચારિત્રની ઘાત અને વિશોધિઃ| २९ पंचविहे उवघाए पण्णत्ते, तं जहा- उग्गमोवघाए, उप्पायणोवघाए, ए सणोव- घाए परिकम्मोवघाए, परिहरणोवघाए । ભાવાર્થ :- ઉપઘાત(અશુદ્ધિ-દોષ) પાંચ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) ઉદ્દગમ ઉપઘાતઆધાકર્માદિ ઉદ્ગમ દોષોથી થતી ચારિત્રની ઘાત. (૨) ઉત્પાદનોપઘાત– ઉત્પાદન દોષોથી થતી ચારિત્રની ઘાત. (૩) એષણોપઘાત- શંકિત આદિ એષણાના દોષોથી થતી ચારિત્રની ઘાત. (૪) પરિકર્મોપઘાત વસ્ત્ર, પાત્રાદિને સ્વચ્છ અને સુંદર બનાવવા નિમિત્તે થતી ચારિત્રની ઘાત. (૫) પરિહરણોપઘાત- અકલ્પનીય ઉપકરણોના ઉપભોગથી થતી ચારિત્રની ઘાત. ३० पंचविहा विसोही पण्णत्ता, तं जहा- उग्गमविसोही, उप्पायणविसोही, एसणविसोही, परिकम्मविसोही, परिहरणविसोही । ભાવાર્થ :- વિશોધિના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઉદ્ગમ વિશોધિ- આધાકર્માદિ ઉગમજનિત દોષોની વિશુદ્ધિ. (૨) ઉત્પાદન વિશોધિ- ઉત્પાદનજનિત દોષોની વિશુદ્ધિ. (૩) એષણા વિશોધિ- શંકિત આદિ એષણાજનિત દોષોની વિશુદ્ધિ. (૪) પરિકર્મ વિશોધિ- વસ્ત્ર, પાત્રાદિ પરિકર્મજનિત દોષોની વિશુદ્ધિ. (૫) પરિહરણ વિશોધિ- અકલ્પનીય ઉપકરણોના ઉપભોગજનિત દોષોની વિશુદ્ધિ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આહાર સંબંધી દોષો અને તેની વિશોધિનું કથન છે. ૩વયા = દોષ. દૂષિત આહાર ગ્રહણ કરવાથી ચારિત્રમાં દોષ લાગે છે. તેના દ્વારા ચારિત્રની ઘાત થાય છે માટે તેને ઉપઘાત કહે છે. દોષ