________________
૫૪
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
तं
२५ असंजयमणुस्साणं सुत्ताणं वा जागराणं वा पंच जागरा पण्णत्ता, जहा- सद्दा जाव फासा
ભાવાર્થ :- સુપ્ત કે જાગૃત અસંયત મનુષ્યોના પાંચ વિષયો જાગૃત હોય છે, તે આ પ્રમાણે છે– શબ્દ યાવત્ સ્પર્શ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સુપ્ત, જાગૃત સંયમી અને સુપ્ત-જાગૃત અસંયમીના ઇન્દ્રિય વિષયનું નિરૂપણ છે. સુપ્ત સંયમી ઃ— જે સંયમી સાધકની સાધના સૂઈ જાય છે, પ્રમાદમાં પોઢી જાય છે, તેની ઇન્દ્રિયો શબ્દાદિ વિષયમાં પ્રવૃત્તિ કરે છે. સુપ્ત સંયતમાં પ્રમાદનો સદ્ભાવ હોવાથી શબ્દાદિ વિષયો કર્મબંધના કારણ બને છે, તેથી તેના વિષયોને જાગૃત કહ્યા છે.
જાગૃત સંયમી :– જે સંયમી સાધકની સાધના જાગૃત છે તે જાગૃત સંયત અપ્રમાદી હોય છે. પ્રમાદના અભાવના કારણે શબ્દાદિ વિષયો તેના માટે કર્મબંધનું કારણ બનતા નથી, તેથી તેના વિષયોને સુપ્ત કહ્યા છે. સુપ્ત-જાગૃત અસંયમી :– અસંયમી મનુષ્ય જાગૃત હોય કે સુષુપ્ત હોય, તેની બંને અવસ્થામાં પ્રમાદનો સદ્ભાવ હોવાથી તેના શબ્દાદિ વિષયો કર્મબંધનું કારણ બને છે. પ્રમાદના કારણે તેને કર્મબંધ થતો જ રહે છે માટે તેના વિષયોને જાગૃત કહ્યા છે.
આશ્રવ સંવરનાં કારણો :
२६ पंचहि ठाणेहिं जीवा रयं आइज्जति, तं जहा - पाणाइवाएणं, मुसावाएणं, અલિમ્બાવાળેળ, મેહુળેળ, પશિહેળ ।
ભાવાર્થ :- પાંચ કારણે જીવ કર્મરજને ગ્રહણ કરે છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રાણાતિપાતથી (૨) મૃષાવાદથી (૩) અદત્તાદાનથી (૪) મૈથુનસેવનથી (પ) પરિગ્રહથી.
२७ पंचहि ठाणेहिं जीवा रयं वमंति, तं जहा- पाणाइवायवेरमणेणं, मुसावायवेरमणेणं, अदिण्णादाणवेरमणेणं, मेहुणवेरमणेणं, परिग्गहवेरमणेणं ।
ભાવાર્થ :- પાંચ કારણે જીવ કર્મરજનું વમન કરે છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રાણાતિપાત વિરમણથી (૨) મૃષાવાદ વિરમણથી (૩) અદત્તાદાન વિરમણથી (૪) મૈથુન વિરમણથી (૫) પરિગ્રહ વિરમણથી. વિવેચન :
પ્રાણાતિપાતથી પરિગ્રહ પર્યંતના પાંચે પાપો જીવને કર્મબંધ કરાવવામાં કારણભૂત છે, તે આસવ