________________
સ્થાન - ૫ : ઉદ્દેશક - ૨
૫૩
(૧) આગમ વ્યવહાર :– કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી, દશપૂર્વી કે નવપૂર્વી વગેરે વિશિષ્ટ જ્ઞાનીના વ્યવહારને, નિર્ણયને આગમ વ્યવહાર કહે છે.
(૨) શ્રુત વ્યવહાર :– નવપૂર્વથી ન્યૂન જ્ઞાનવાળા બહુશ્રુતોના શાસ્ત્રાધારથી કરાતા વ્યવહારને, નિર્ણયને શ્રુત વ્યવહાર કહે છે.
(૩) આશા વ્યવહાર :– ગીતાર્થ સાધુની આજ્ઞા પ્રમાણે પ્રાયશ્ચિત્તાદિ વ્યવહાર થાય તેને આશા વ્યવહાર કહે છે.
(૪) ધારણા વ્યવહાર ઃ– ગુરુ પરંપરાથી પ્રાયશ્ચિત્તના વિધાનોની ધારણા કરી હોય અને તેના આધારે જે વ્યવહાર થાય તેને ધારણા વ્યવહાર કહે છે.
(૫) જીત વ્યવહાર ઃ— જે વિષયમાં આગમાદિ પૂર્વોક્ત ચાર વ્યવહાર ઉપલબ્ધ ન હોય ત્યારે પરંપરાથી જે વ્યવહાર થાય તેને જીત વ્યવહાર કહે છે.
આ પાંચે પ્રકારના વ્યવહારમાં આગમ વ્યવહારની જ પ્રધાનતા હોય છે. તેમાં પણ ક્રમશઃ કેવળ જ્ઞાની, મન:પર્યવજ્ઞાની આદિની પ્રધાનતા હોય છે. આગમ વ્યવહારીની અનુપસ્થિતિમાં શ્રુત વ્યવહારી આદિની ક્રમશઃ પ્રધાનતા સમજવી જોઈએ.
વર્તમાને આગમ વ્યવહારી પુરુષો નથી. શેષ ચાર પ્રકારના વ્યવહારથી પ્રાયશ્ચિત્તાદિનું કથન અને તત્ત્વ નિર્ણય આદિ થાય છે.
આ સૂત્રોનું તાત્પર્ય એ છે કે પ્રાયશ્ચિત્ત કાર્યમાં કે કોઈ વસ્તુતત્ત્વના નિર્ણય કરવામાં પ્રાથમિકતા આગમજ્ઞાનીના નિર્ણયને આપવી જોઈએ. આગમજ્ઞાની વ્યક્તિ ન હોય ત્યારે શ્રુતજ્ઞાની આદિના ક્રમથી, તે પછી પછીના જ્ઞાનીને પ્રાથમિકતા આપવી જોઈએ અને તદ્નુસાર નિર્ણય કરવો જોઈએ. પાંચ પ્રકારના વ્યવહારના વિસ્તૃત વિવેચન માટે માટે જુઓ— શ્રી વ્યવહાર સૂત્ર અને શ્રી ભગવતી સૂત્ર- શતક-૮, ઉદ્દે.-૮.
ઈન્દ્રિયવિષયોની જાગૃતિ, સુષુપ્તિ :
२३ संजयमणुस्साणं सुत्ताणं पंच जागरा पण्णत्ता, तं जहा- सद्दा रूवा, ગંધા, રસા ાલા |
ભાવાર્થ :- સૂતેલા સંયત મનુષ્યોના પાંચ વિષયો જાગૃત હોય છે, તે આ પ્રમાણે છે– (૧) શબ્દ (૨) રૂપ (૩) ગંધ (૪) રસ (૫) સ્પર્શ.
२४ संजयमणुस्साणं जागराणं पंच सुत्ता पण्णत्ता, तं जहा - सद्दा जाव फासा । ભાવાર્થ :- જાગૃત સંસ્થત મનુષ્યોના પાંચ વિષયો સુપ્ત હોય છે, તે આ પ્રમાણે છે– શબ્દ યાવત્ સ્પર્શ.
=