________________
|
૫ ૨
|
શ્રી ઠાણાગ સત્ર-૨
इच्चेएहिं पंचहिं ववहारेहिं ववहारं पट्टवेज्जा- आगमेणं सुएणं आणाए धारणाए जीएणं ।
जहा-जहा से तत्थ आगमे सुए आणा धारणा जीए तहा-तहा ववहारं पट्ठवेज्जा । से किमाहु भंते ? आगमबलिया समणा णिग्गंथा ।
इच्चेयं पंचविहं ववहारं जया-जया जहिं-जहिं तया-तया तहिं-तहिं अणिस्सिओवस्सियं सम्मं ववहरमाणे समणे णिग्गंथे आणाए आराहए भवइ । ભાવાર્થ :- વ્યવહારના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આગમ વ્યવહાર (૨) શ્રત વ્યવહાર (૩) આશા વ્યવહાર (૪) ધારણા વ્યવહાર (૫) જીત વ્યવહાર
૧.જ્યાં આગમહોય અર્થાત્ જ્યાં આગમથી વિધિ-નિષેધનો બોધ થાય ત્યાં આગમથી વ્યવહારની પ્રસ્થાપના કરવી. ૨. જ્યાં આગમ ન હોય, શ્રુત હોય ત્યાં શ્રુતથી વ્યવહારની પ્રસ્થાપના કરવી. ૩. જ્યાં શ્રત ન હોય, આજ્ઞા હોય ત્યાં આજ્ઞાથી વ્યવહારની પ્રસ્થાપના કરવી. ૪. જ્યાં આજ્ઞા ન હોય, ધારણા હોય ત્યાં ધારણાથી વ્યવહારની પ્રસ્થાપના કરવી. ૫. જ્યાં ધારણા ન હોય, જીત વ્યવહાર હોય ત્યાં જીતથી વ્યવહારની પ્રસ્થાપના કરવી.
આ રીતે આગમ, શ્રત, આજ્ઞા, ધારણા અને જીત, આ પાંચે વ્યવહારથી વ્યવહારની પ્રસ્થાપના કરવી જોઈએ.
આગમ, શ્રત, આજ્ઞા, ધારણા અને જીત વ્યવહારમાં જ્યાં જે હોય ત્યાં તેનાથી વ્યવહારની પ્રસ્થાપના કરવી.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે અર્થાત્ એમ શા માટે કહ્યું છે કે પહેલા આગમ વ્યવહાર અને ત્યાર પછી અંતે જીત વ્યવહાર હોય છે.?
ઉત્તર- હે ગૌતમ ! શ્રમણોના વ્યવહારોમાં આગમની જ પ્રધાનતા હોય છે આ પાંચ પ્રકારના વ્યવહારમાં જ્યારે જ્યાં, જે વિષયમાં જે વ્યવહાર ઉચિત હોય ત્યારે, ત્યાં, તે અનિશ્રિતોપશ્રિત એટલે મધ્યસ્થ ભાવથી યથાક્રમે સમ્યગુ વ્યવહાર કરનારા શ્રમણ નિગ્રંથો ભગવાનની આજ્ઞાના આરાધક થાય છે.
વિવેચન :
વ્યવહાર :- સાધુ જીવનની આચાર સંહિતા, સાધુના કર્તવ્ય, અકર્તવ્ય, પ્રવૃત્તિ, નિવૃત્તિના નિર્ણયોને વ્યવહાર કહે છે. વ્યવહારનું આચરણ કરનાર વ્યક્તિ પણ કાર્ય-કારણના અભેદની અપેક્ષાએ વ્યવહાર કહેવાય છે.
સાધુ જીવનમાં પાંચ પ્રકારના વ્યવહારના આધારે પ્રાયશ્ચિત્તનો વ્યવહાર થાય છે.