SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન -૫ઃ ઉદ્દેશક-૨ [ ૫૧ | સમુદાનવિરિયા :- મન, વચન, કાયાની પ્રવૃત્તિને સમુદાનક્રિયા કહે છે. પરંપરાએ તેનો અર્થ આ પ્રમાણે પ્રચલિત છે– અનેક મનુષ્યો દ્વારા એક સાથે સમાન પ્રવૃત્તિના આધારે થતી સમાન ક્રિયા અને સમાન બંધ. જેમ કે- સિનેમા, નાટક, ટી.વી. વગેરે સાથે જોતા સમાન પાપ પ્રવૃત્તિના કારણે સમાન પાપ ક્રિયા થાય છે, તેને સામુદાનિક ક્રિયા કહે છે. ક્રિયાનો અર્થ, ક્રિયાના પ્રકારો અને તેનું વિસ્તૃત વર્ણન સ્થાન-ર, ઉદ્દે.-૧, સૂત્ર-ર થી ૧૩ પ્રમાણે સમજવું. પરિજ્ઞાના પ્રકાર :२१ पंचविहा परिण्णा पण्णत्ता, तं जहा- उवहिपरिण्णा, उवस्सयपरिण्णा, कसाय- परिण्णा, जोगपरिण्णा, भत्तपाणपरिण्णा । ભાવાર્થ - પરિજ્ઞાના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઉપધિ પરિજ્ઞા (૨) ઉપાશ્રય પરિજ્ઞા (૩) કષાય પરિજ્ઞા (૪) યોગ પરિજ્ઞા (૫) ભક્ત-પાન પરિજ્ઞા. વિવેચન : પUિM :- પરિજ્ઞા એટલે જાણવું, જ્ઞાન. જ્ઞાનનું ફળ વિરતિ છે. એટલે પરિજ્ઞાનો અર્થ ત્યાગ પણ થાય છે. પરિજ્ઞાના સ્વરૂપ દર્શક બે ભેદ છે– જ્ઞપરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા. ૩વદિ :- સંયમ જીવનના નિર્વાહ માટે આવશ્યક રજોહરણ, વસ્ત્ર, પાત્ર વગેરે ઉપકરણોને ઉપધિ કહે છે. વક્સ - સંયમ નિર્વાહ માટે જે સ્થાનનો આશ્રય લેવાય તેને ઉપાશ્રય કહે છે. આ બંનેને જ્ઞપરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેની ઉપરના મમત્વનો ત્યાગ કરવો જોઈએ. કષાય વગેરેના સ્વરૂપને જાણી તેના પ્રત્યાખ્યાન કરવા, તેને પરિજ્ઞા કહે છે. આગમાદિ વ્યવહાર:| ૨૨ વવ વવહારે FUળજો, તં નહીં- આને, સુખ, આMT, ધારણા, ની जहा से तत्थ आगमे सिया, आगमेणं ववहारं पट्टवेज्जा । णो से तत्थ आगमे सिया जहा से तत्थ सुए सिया, सुएणं ववहारं पट्ठवेज्जा । णो से तत्थ सुए सिया जहा से तत्थ आणा सिया, आणाए ववहारं पट्ठ- वेज्जा । णो से तत्थ आणा सिया जहा से तत्थ धारणा सिया, धारणाए ववहारं पट्ठवेज्जा । णो से तत्थ धारणा सिया जहा से तत्थ जीए सिया, जीएणं ववहारं पट्ठवेज्जा ।
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy