________________
[૫૦]
શ્રી ઠાણાગ સત્ર-૨
ભાવાર્થ - પાંચ પ્રકારની ક્રિયાઓ છે, તે આ પ્રમાણે છે– (૧) નૈસૃષ્ટિકી ક્રિયા (૨) આજ્ઞાપનિકી ક્રિયા (૩) વેદારણિકી ક્રિયા (૪) અનાભોગપ્રત્યયા ક્રિયા (૫) અનવકાંક્ષપ્રત્યયા ક્રિયા.
નારકીથી વૈમાનિક સુધીના સર્વ દંડકોમાં આ પાંચ ક્રિયાઓ હોય છે. २० पंच किरियाओ पण्णत्ताओ, तं जहा- पेज्जवत्तिया, दोसवत्तिया, पओगकिरिया, समुदाणकिरिया, इरियावहिया । एवं मणुस्साण वि । सेसाणं णत्थि । ભાવાર્થ - પાંચ પ્રકારની ક્રિયાઓ છે, તે આ પ્રમાણે છે– (૧) રાગપ્રત્યયા ક્રિયા (૨) દ્વેષપ્રત્યયા ક્રિયા (૩) પ્રયોગ ક્રિયા (૪) સામુદાણિયા ક્રિયા (૫) ઈર્યાપથિકી ક્રિયા. આ પાંચેય ક્રિયાઓ મનુષ્યમાં જ હોય છે. શેષ દંડકોમાં હોતી નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પાંચ-પાંચના સમૂહથી પચ્ચીસ ક્રિયાનો ઉલ્લેખ છે. બીજા સ્થાનના બીજા ઉદ્દેશકમાં બે-બે ક્રિયાના બાર સૂત્રો દ્વારા ચોવીસ ક્રિયાનું વર્ણન છે. ત્યાં પણ આ જ ક્રિયાઓનો નામોલ્લેખ છે. નવરં વિકસિંવિ મિચ્છદિલ્હી જ મતિ – વિકસેન્દ્રિયમાં મિથ્યાદષ્ટિ વિશેષણ ન કહેવું જોઈએ. વિનિંદિત્ય- વિકલ=અપૂર્ણ છે ઇન્દ્રિય જેને, તે વિકસેન્દ્રિય છે. આ પરિભાષા અનુસાર જેને પાંચથી ન્યૂન ઇન્દ્રિય હોય તેવા પાંચ સ્થાવર, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય તે આઠ દંડકના જીવો વિકસેન્દ્રિય કહેવાય છે. પ્રસ્તુતમાં વિકસેન્દ્રિય શબ્દથી આઠ દંડકનું ગ્રહણ કર્યું છે. તેમાં પાંચ સ્થાવરના જીવો એકાંત મિથ્યાત્વી છે. કેટલાક બેઇન્દ્રિયાદિ જીવોને અપર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદન સમ્યગદર્શન હોય છે પરંતુ સાસ્વાદન સમ્યગુદર્શન મિથ્યાત્વાભિમુખ જ હોવાથી તે જીવોને મિથ્યાત્વની ક્રિયા લાગે છે. આ રીતે પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિયમાં સર્વ જીવોને મિથ્યાત્વજન્ય ક્રિયા લાગતી હોવાથી તેમાં મિથ્યાદષ્ટિ વિશેષણની આવશ્યકતા રહેતી નથી. મિથ્યાત્વી જીવોને જ સુત્રોક્ત પાંચ ક્રિયાઓ હોય છે.
- ૧૬ દંડકના જીવોમાં સમ્યક અને મિથ્યા તે બંને દષ્ટિ હોવાથી પાંચ ક્રિયાનું કથન કરવા માટે મિથ્યાદષ્ટિ વિશેષણ આપ્યું છે. મિથ્યાદષ્ટિ નારક આદિમાં પાંચ ક્રિયા હોય છે અને સમકિતી નારકાદિમાં પાંચ ક્રિયાઓ હોતી નથી. ચાર, ત્રણ આદિ ક્રિયા હોય છે પરંતુ આ પાંચમું સ્થાન હોવાથી તેનો પ્રસંગ નથી સમ્યગૃષ્ટિનો નિષેધ કરવા માટે ૧૬ દંડકમાં મિથ્યાષ્ટિ વિશેષણ લગાડ્યું છે. પર્વ મસ્તાન વિ, તેના 0િ - સૂત્ર-૨૦માં કથિત રાગપ્રત્યયા, દ્વેષપ્રત્યયા, પ્રયોગ ક્રિયા, સામુદાનિકી અને ઈર્યાપથિકી ક્રિયા, આ પાંચ ક્રિયા મનુષ્યોને જ હોય છે. કારણ કે તે પાંચ ક્રિયામાં ઈર્યાપથિકી ક્રિયા વીતરાગી મનુષ્યોને જ હોય છે. અન્ય દંડકના જીવોમાં ઈર્યાપથિક ક્રિયા હોતી નથી. શેષ ચાર ક્રિયાઓ જ હોય છે. તેથી સૂત્રકારે તેના પત્યિ' શબ્દ પ્રયોગ કરીને શેષ દંડકોમાં આ પાંચ ક્રિયાનો નિષેધ કર્યો છે.