________________
સ્થાન-પ: ઉદ્દેશક - ૨
[ ૪૯]
ભાવાર્થ:- પાંચ પ્રકારની ક્રિયાઓ છે, તે આ પ્રમાણે છે– (૧) આરંભિકી ક્રિયા (૨) પારિગ્રહિક ક્રિયા (૩) માયાપ્રત્યયા ક્રિયા (૪) અપ્રત્યાખ્યાન ક્રિયા (૫) મિથ્યાદર્શનપ્રત્યયા ક્રિયા. |१६ मिच्छादिट्ठियाणं णेरइयाणं पंच किरियाओ पण्णत्ताओ,तं जहा- आरंभिया, पारिग्गहिया, मायावत्तिया, अपच्चक्खाणकिरिया, मिच्छादसणवत्तिया ।
एवं सव्वेसिं णिरंतरं जावमिच्छद्दिट्ठियाणं वेमाणियाणं, णवरं-विगलिंदिया मिच्छद्दिट्ठी ण भण्णंति । सेसं तहेव । ભાવાર્થ :- મિથ્યાદષ્ટિ નારકીને પાંચ ક્રિયાઓ હોય છે, તે આ પ્રમાણે છે– (૧) આરંભિકી ક્રિયા (૨) પારિગ્રહિક ક્રિયા (૩) માયાપ્રત્યયા ક્રિયા (૪) અપ્રત્યાખ્યાન ક્રિયા (૫) મિથ્યાદર્શનપ્રત્યયા ક્રિયા.
તે રીતે મિથ્યાદષ્ટિ વૈમાનિકો સુધીના સર્વ દંડકોમાં પાંચ ક્રિયા હોય છે. કેવલ વિકસેન્દ્રિયના વર્ણનમાં ‘મિથ્યાદષ્ટિ' વિશેષણ વિના સામાન્ય રીતે વિકસેન્દ્રિયમાં પાંચ ક્રિયા કહેવી. શેષ સર્વનું કથન સમાન જાણવું.
|१७ पंच किरियाओ पण्णत्ताओ, तं जहा- काइया, अहिगरणिया, पाओसिया, पारितावणिया, पाणाइवायकिरिया । रइयाणं पंच एवं चेव । एवं णिरंतरं जाव वेमाणियाणं ।
ભાવાર્થ :- પાંચ પ્રકારની ક્રિયાઓ છે, તે આ પ્રમાણે છે– (૧) કાયિકી ક્રિયા (૨) અધિકરણિકી ક્રિયા (૩) પ્રાàષિકી ક્રિયા (૪) પારિતાપનિકી ક્રિયા (૫) પ્રાણાતિપાતિકી ક્રિયા.
- નરયિકોમાં આ પાંચ ક્રિયા હોય છે. તે જ રીતે વૈમાનિકો સુધીના સર્વ દંડકોમાં આ પાંચ ક્રિયા હોય છે. | १८ पंच किरियाओ पण्णत्ताओ, तं जहा- दिट्ठिया, पुट्ठिया, पाडुच्चिया, सामंतोवणिवाइया, साहत्थिया । एवं णेरइयाणं जाव वेमाणियाणं । ભાવાર્થ:- પાંચ પ્રકારની ક્રિયાઓ છે, તે આ પ્રમાણે છે- (૧) દષ્ટિજા ક્રિયા (૨) પુષ્ટિજા ક્રિયા (૩) પ્રાતીયકી ક્રિયા (૪) સામન્તોપનિપાતિકી ક્રિયા (૫) સ્વસ્તિકી ક્રિયા.
નારકીથી વૈમાનિક સુધીના સર્વ દંડકોમાં આ પાંચ ક્રિયાઓ હોય છે. १९ पंच किरियाओ पण्णत्ताओ, तं जहा- णेसत्थिया, आणवणिया, वेयारणिया, अणाभोगवत्तिया, अणवकंखवत्तिया । एवं जाव वेमाणियाणं ।