SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨ | શ્રી ઠાણાગ સૂત્ર-૨ નાણાયારે:- શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ માટે આગમોનું અધ્યયન જ્ઞાનના ચૌદ અતિચાર રહિત પણે કરવું, તે જ્ઞાનાચાર. કાલ, વિનય વગેરે જ્ઞાનના આઠ આચાર છે. વલ/યારે – શંકાદિ આઠ દોષો ટાળીને શુદ્ધ સમ્યકત્વની આરાધના કરવી તે દર્શનાચાર છે. ચરિત્તાવાર :- સમિતિ, ગુપ્તિ આદિ દ્વારા સમ્યફચારિત્રની આરાધના કરવી તે ચારિત્રાચાર છે. તવાયરે - અનશન આદિ બાર પ્રકારના તપની આરાધના કરવી તે તપાચાર છે. વરિયારે – આ ચારે પ્રકારના આચારનું દઢતાપૂર્વક પાલન કરવા પોતાની શક્તિનો વ્યાપાર, તે વીર્યાચાર છે. વીર્યાચાર એટલે શક્તિને કામે લગાડવી, શક્તિનો ઉપયોગ કરવો. આચાર પ્રકલ્પઃ પ્રાયશ્ચિત્ત વિધાન :४६ पंचविहे आयारपकप्पे पण्णत्ते, तं जहा- मासिए उग्घाइए, मासिए अणुग्घाइए चउमासिए उग्घाइए, चउमासिए अणुग्घाइए, आरोवणा । ભાવાર્થ:- આચાર પ્રકલ્પ(નિશીથ સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત વિધાન)ના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે(૧) લઘુમાસિક પ્રાયશ્ચિત્ત (૨) ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત (૩) લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત (૪) ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત (૫) પ્રાયશ્ચિત્તને આરોપિત કરવું. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં પ્રાયશ્ચિત્તના ભેદ-પ્રભેદનું કથન છે. આચાર પ્રકલ્પ– નિશીથ સુત્ર કથિત લઘુ-ગુરુ માસિક આદિ પાંચ પ્રકારના પ્રાયશ્ચિત્તને આચાર પ્રકલ્પ કહે છે. ૩યારૂપ એટલે લઘુ અને મધુધારૂપ નો અર્થ છે ગુરુ. આરોપણાના પ્રકાર :४७ आरोवणा पंचविहा पण्णत्ता, तं जहा- पट्ठविया, ठविया, कसिणा, મસળ, દાડદડા ! ભાવાર્થ :- આરોપણાના પાંચ પ્રકાર છે યથા– (૧) પ્રસ્થાપિત પ્રાયશ્ચિત્તગત કોઈ એક તપનો પ્રારંભ કરવો. (૨) સ્થાપિત- પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત તપ હમણાં ન કરવું. (૩) કુસ્ના- અનુગ્રહ રહિત પરિપૂર્ણ પ્રાયશ્ચિત્ત કરાવવું. (૪) અકસ્મા- અનુગ્રહ યુક્ત અલ્પ(ઓછું) પ્રાયશ્ચિત્ત કરાવવું (૫) હાડહડા- પ્રાપ્ત પ્રાયશ્ચિત્ત તે જ વખતે કે તે જ દિવસે કરાવવું.
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy