________________
સ્થાન—૨ ઃ ઉદ્દેશક-૧
સ્થાન ર
ઉદ્દેશક-૧
૩૫
2호
પદાર્થોની દ્વિવિધતા :
१ जदत्थि णं लोगे तं सव्वं दुपडोयारं, तं जहा- जीवच्चेव अजीवच्चेव । तसच्चेव थावरच्चेव । सजोणियच्चेव, अजोणियच्चेव । साउयच्चेव अणाउयच्चेव सइंदियच्चेव अणिदियच्चेव । सवेयगा चेव अवेयगा चेव । सरूवी चेव अरूवी चेव । सपोग्गला चेव अपोग्गला चेव । संसारसमावण्णगा चेव असंसारसमावण्णगा चेव । सासया चेव असासया चेव । आगा चेव णोआगासे चेव । धम्मे चेव अधम्मे चेव । बंधे चेव मोक्खे चेव । पुणे चेव पावे चेव । आसवे चेव संवरे चेव ।
I
I
वेयणा चेव णिज्जरा चेव । ભાવાર્થ :- આ લોકમાં જે કંઈ તત્ત્વો છે તે બે વિભાગમાં વિભક્ત થાય છે. જેમ કે જીવ અજીવ, ત્રસ સ્થાવર, સયોનિક અયોનિક, સઆયુ અનાયુ, સઈન્દ્રિય અનિન્દ્રિય, સવેદક અવેદક, રૂપી અરૂપી, સપુદ્ગલ અપુદ્ગલ, સંસારસમાપન્નક અસંસારસમાપન્નક, શાશ્વત(નિત્ય) અશાશ્વત (અનિત્ય), આકાશ, નો– આકાશ, ધર્મ અધર્મ, બંધ મોક્ષ, પુણ્ય પાપ, આશ્રવ સંવર, વેદના નિર્જરા.
વિવેચન :
આ બીજા સ્થાનમાં વિશેષ ધર્મની અપેક્ષાએ પદાર્થોની દ્વિવિધતાનું વર્ણન કરવામાં આવ્યું છે. નવસ્થિ ઃ- આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧)આ લોકમાં જીવાદિ જે વસ્તુ અસ્તિત્વ ધરાવે છે તેની પ્રતિપક્ષી અન્ય વસ્તુ પણ અવશ્ય હોય છે. (૨) 'અસ્તિ' શબ્દથી સૂચક પ્રત્યેક વસ્તુ દ્વિપ્રત્યાવતાર–બે પ્રકારવાળી હોય છે. પ્રસ્તુત સૂત્રમાં તેના જીવ–અજીવ, ત્રસ–સ્થાવર વગેરે અનેક ઉદાહરણો છે.
જીવ અજીવ :– ચેતન દ્રવ્ય જીવ અને અચેતન દ્રવ્ય અજીવ કહેવાય છે. છ દ્રવ્યમાંથી પાંચ દ્રવ્ય અજીવ છે અને એક જીવ દ્રવ્ય જીવરૂપ છે
ત્રસ સ્થાવર :– ત્રસનામકર્મના ઉદયે જે જીવ પોતાના સુખ દુઃખના કારણે ગમનાગમન કરી શકે તે બેઈન્દ્રિયથી પંચદ્રિય સુધીના જીવ ત્રસ કહેવાય છે. સ્થાવરનામકર્મના ઉદયે જે જીવો સ્વેચ્છાથી ગમનાગમન