________________
૩૪
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
બે ભેદ કર્યા છે.
નંદીસૂત્ર પ્રમાણે પ્રત્યક્ષ જ્ઞાનના ઇન્દ્રિય પ્રત્યક્ષ અને નોઇન્દ્રિય પ્રત્યક્ષ એમ બે ભેદ છે. નોન્દ્રિય પ્રત્યક્ષના અવધિ, મનઃપર્યવ અને કેવળજ્ઞાન રૂપ ત્રણ ભેદ છે. આ બંને સૂત્રોક્ત વર્ગીકરણ ભિન્ન ભિન્ન અપેક્ષાએ થયા છે.
આ આગમ સંખ્યા પ્રધાન હોવાથી સંકલનાત્મક છે. તેમાં તત્ત્વ, આચાર, ક્ષેત્ર, કાળ વગેરે અનેક વિષય નિરૂપિત છે. કોઈ વિષયના બે પ્રકાર ન હોય તોપણ તેને બીજા સ્થાનમાં સમાવિષ્ટ કરવા બે પ્રકારમાં રૂપાંતરિત કર્યું છે. જેમ કે આચારના પાંચ પ્રકાર છે– જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. પ્રસ્તુત સ્થાનમાં બે ભેદ રૂપે તેનું નિરૂપણ આ રીતે કર્યું છે– (૧) આચારના બે ભેદ–જ્ઞાનાચાર, નોજ્ઞાનાચાર,(૨) નોજ્ઞાનાચારના બે ભેદ–દર્શનાચાર, નોદર્શનાચાર. (૩) નોદર્શનાચારના બે ભેદ ચારિત્રાચાર, નોચારિત્રાચાર. (૪) નોચારિત્રાચારના બે ભેદ–તપાચાર, વીર્યાચાર.
આ સ્થાનના ચાર ઉદ્દેશક છે. જેમાં વિવિધ વિષયો છે, તે અક્રમિક છે. વિવિધ વિષયોના અધ્યયનની દષ્ટિએ આ સ્થાન ખૂબ મહત્ત્વ ધરાવે છે.