________________
સ્થાન-૨
બીજું સ્થાન « પરિચય
જે
જે
પ્રસ્તુત સ્થાનમાં બે સંખ્યાથી સંબદ્ધ વિષય વર્ણિત છે. પ્રસ્તુત સ્થાનગત નત્નિ માં તો તે સળં કુપોષારં | આ પ્રથમ સૂત્રના આધારે શાસ્ત્રકારે સ્પષ્ટ કર્યું છે કે આ જગતમાં જે કાંઈ અસ્તિત્વ ધરાવતા તત્ત્વો છે તે સપ્રતિપક્ષ જ હોય છે. ચૈતન્ય શબ્દ સાર્થક છે. અચેતન્ય(જડ)શબ્દ તેનો સપ્રતિપક્ષ જ છે.
જૈનદર્શનમાં વૈત :- જૈનતન્ત્રાનુસાર ચેતન-અચેતન આ બે મૂળ તત્ત્વ છે. શેષ તેના અવાજોર પ્રકારો છે. જૈનદર્શન દ્વૈત (બે)ને સ્વીકારે છે, તેમ અદ્વૈત(એક)ને પણ સ્વીકારે છે. પ્રત્યેક જીવ ચૈતન્ય યુક્ત હોય છે. ચૈતન્ય લક્ષણ સર્વ જીવમાં સમાન છે માટે ચૈતન્યની દષ્ટિએ જીવ એક છે. અસ્તિત્વની દષ્ટિએ પણ એક છે. ચૈતન્યજડ બંને સમાન રૂપે અસ્તિત્વ ધરાવે છે. સંગ્રહનયની અપેક્ષાએ અદ્વૈત સત્ય છે.
ચૈતન્યમાં અચૈતન્યનો અને અચૈતન્યમાં ચૈતન્યનો સર્વથા અભાવ છે. અત્યંત અભાવ છે, તે દષ્ટિએ દ્વિત સત્ય છે. પ્રથમ સ્થાનમાં અદ્વૈત અને આ બીજા સ્થાનમાં દ્રતનું પ્રતિપાદન છે. તે જ સ્યાદ્વાદની મહત્તા છે.
એકાત્તવાદની ઝલક - લોકમાં મોક્ષ માર્ગવિષયક અનેક માન્યતાઓ પ્રચલિત છે. કોઈ જ્ઞાનને મોક્ષમાર્ગ કહે છે તો કોઈ ક્રિયાને મોક્ષ માર્ગ કહે છે. જૈનદર્શન જ્ઞાન અને ક્રિયાના સમન્વિત રૂપને મોક્ષ માર્ગ કહે છે. રોહિં હાર્દિ સંપvછે અરે..વિજ્ઞાવેવ વરખ રેવ | એકાંત જ્ઞાન કે એકાંત ક્રિયા મોક્ષમાર્ગ બની ન શકે. પરંતુ જ્ઞાનસહિતની ક્રિયા જ મોક્ષમાર્ગ બની શકે છે. અનેકાંતવાદ વિવિધ વિચારધારાઓનો સમન્વય કરી શકે છે. અનેકાન્તવાદ એ જૈનધર્મનો મૌલિક દષ્ટિકોણ છે. સમસ્યાનું મૂળ - ભગવાન મહાવીર સ્વામીની દષ્ટિએ સર્વ સમસ્યાનું મૂળ હિંસા અને પરિગ્રહ છે. હિંસક અને પરિગ્રહી વ્યક્તિ ન ધર્મ શ્રવણ કરી શકે, ન બોધિને પ્રાપ્ત કરી શકે કે ન કૈવલ્યને પ્રાપ્ત કરી શકે. આરંભ-હિંસા અને પરિગ્રહનો ત્યાગ કરે તે જ વ્યક્તિ ધર્મશ્રવણથી કૈવલ્ય પ્રાપ્તિ સુધી વિકાસ સાધી શકે છે. સૂત્રકારે તો કાળાડું મારવાળા આયા અને ઢળારું પરિવાર આયા.. આ સૂત્રો દ્વારા હિંસા અને પરિગ્રહના ત્યાગની રજૂઆત કરી છે.
પ્રમાણ વર્ગીકરણ :- આગમ સાહિત્યમાં પ્રમાણનું વર્ગીકરણ ઠાણાંગ અને નંદીસૂત્ર આ બે આગમમાં છે. પ્રસ્તુત સ્થાનગત વર્ગીકરણમાં જ્ઞાન-પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ બે ભેદ કર્યા છે. પ્રત્યક્ષના કેવળજ્ઞાન પ્રત્યક્ષ અને નોકેવળજ્ઞાન પ્રત્યક્ષ તથા નોકેવળજ્ઞાન પ્રત્યક્ષના અવધિ અને મન:પર્યવ એવા