________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
અનંત અનંત પુદ્ગલ હોય છે, તે સ્પષ્ટ કર્યું છે. પ્રસ્તુત સૂત્ર અતિ સંક્ષિપ્ત છે. વિસ્તારની અપેક્ષાએ તેમાં સર્વ અવગાહના અને સર્વ સ્થિતિઓનું કથન સમજી લેવું જોઈએ. કાળો વર્ણ વગેરે વીસ ગુણોનો પાઠ પણ અતિ સંક્ષિપ્ત છે. ત્યાં કાળા વર્ણમાં એક ગુણ કાળાંશથી અનંતગુણ કાળાંશ હોય છે તેમ સમજી લેવું. કાળા વર્ણની જેમ પ્રત્યેક વર્ણ ગંધ, રસ, સ્પર્શમાં પણ એક અંશથી અનંત અંશ(ગુણ) સુધીના વર્ણાદિ છે તેમ સમજવું જોઈએ. આ રીતે આ સૂત્રમાં ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ સર્વ પ્રકારના પુદ્ગલ
દ્રવ્યોની અનંતતા દર્શાવી છે.
હર
|| સ્થાન-૧ સંપૂર્ણ ૫