________________
| સ્થાન-૧
|
૩૧
|
કે ત્રીજા-ચોથા દેવલોકમાં છ હાથની, પાંચમા છઠ્ઠા દેવલોકમાં પાંચ હાથની, સાતમા-આઠમા દેવલોકમાં ચાર હાથની, નવમાથી બારમા દેવલોકમાં ત્રણ હાથની, નવ રૈવેયકમાં બે હાથની અવગાહના હોય છે. પાંચ અનુત્તર વિમાનના દેવોની અવગાહના એક હાથની હોય છે. અવગાહના સંબંધી વિસ્તૃત વર્ણન જીવાભિગમ સૂત્ર, પ્રજ્ઞાપના સૂત્ર અને અનુયોગદ્વાર સૂત્ર વગેરે અનેક સૂત્રોમાં છે. એક તારાવાળા નક્ષત્ર :४१ अदाणक्खत्ते एगतारे पण्णत्ते । चित्ताणक्खत्ते एगतारे पण्णत्ते । सातिणक्खत्ते एगतारे पण्णत्ते । ભાવાર્થ :- આર્કા નક્ષત્ર એક તારાવાળું છે. ચિત્રા નક્ષત્ર એક તારાવાળું છે. સ્વાતિ નક્ષત્ર એક તારાવાળું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં એક તારા હોય તેવા ત્રણ નક્ષત્રોનું કથન છે. તારે :- તારા શબ્દ દ્વારા અહીં નક્ષત્રોના વિમાન સૂચિત છે. નક્ષત્રો ૨૮ છે. તેમાંથી કેટલાક નક્ષત્ર ત્રણ, ચાર, પાંચ વગેરે તારાવાળા હોય છે. તેનો અર્થ એ છે કે તે નક્ષત્રને તેટલા વિમાન હોય છે. જેમ કે શતભિષા નક્ષત્રને ૧૦0 તારા છે. આ વિધાનનો અર્થ એ છે કે શતભિષા નક્ષત્ર ૧૦૦ વિમાનવાળું કહેવાય.
અઠ્યાવીસ નક્ષત્રમાંથી આદ્રા, ચિત્રા અને સ્વાતિ આ ત્રણ નક્ષત્ર એક એક વિમાનવાળા છે. તેથી જ તેનો ઉલ્લેખ પ્રસ્તુત સ્થાનમાં છે. નક્ષત્રોનું વિસ્તૃત વર્ણન જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર અને સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્રમાં છે. પ્રત્યેક પુદ્ગલ વર્ગણામાં અનંત પુદ્ગલો :४२ एगपएसोगाढा पोग्गला अणंता पण्णत्ता । एगसमयठिइया पोग्गला अणता पण्णत्ता । एगगुणकालगा पोग्गला अणता पण्णत्ता जाव एगगुणलुक्खा पोग्गला अणंता पण्णत्ता । ભાવાર્થ :- એક પ્રદેશાવગાઢ પુગલ અનંત છે. એક સમયની સ્થિતિવાળા પુદ્ગલ અનંત છે. એક ગુણ કાળાવર્ણવાળા પુદ્ગલ અનંત છે. આ રીતે શેષ સર્વ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના એક–એક ગુણવાળા પુદ્ગલ અનંત અનંત કહ્યા છે.
વિવેચન :
સૂત્ર ૩૬-૩૭માં પુલોની વિવિધ વર્ગણાઓ કહી છે. આ સૂત્રમાં તે એક એક વર્ગણામાં