________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
છે. કમલ કર્ણિકાના સંસ્થાનથી સંસ્થિત વૃત છે તથા પરિપૂર્ણ ચંદ્રના સંસ્થાનથી સંસ્થિત વૃત છે. એક લાખ યોજન આયામ(લંબાઈ) અને વિખંભ(પહોળાઈ)વાળો છે. તેની પરિધિ(ઘેરાવો) ત્રણ લાખ, સોળહજાર, બસ્સો સત્યાવીસ યોજન, ત્રણ ગાઉ, અઠયાવીસ ધનુષ્ય, સાડાતેર અંગુલથી કંઈક અધિક છે.
વિવેચન :
૩૦
તિરછા લોકમાં જંબુદ્રીપ નામના અસંખ્ય દ્વીપ છે પરંતુ એક લાખ યોજનની લંબાઈ પહોળાઈ વાળો પરિપૂર્ણ ચંદ્રાકાર સંસ્થાનવાળો જંબુદ્રીપ એક જ છે. તેથી અહીં પ્રથમ સ્થાનના એક સંખ્યાવાળા બોલોમાં તેનું કથન કર્યું છે. બીજા સર્વ જંબુદ્રીપ વલયાકાર ચૂડીના આકારે ગોળ છે. તેમજ તેનું પ્રમાણ પણ અધિક છે.
મહાવીર સ્વામી એકાકી નિર્વાણ :
३९ एगे समणे भगवं महावीरे इमीसे ओसप्पिणीए चउव्वीसाए तित्थयराणं चरमतित्थयरे सिद्धे बुद्धे मुत्ते अंतगडे परिणिवुडे सव्वदुक्खप्पहीणे ।
ભાવાર્થ:- આ અવસર્પિણી કાળના ચોવીસ તીર્થંકરોમાં છેલ્લા(ચરમ) તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર એકલા જ સિદ્ઘ, બુદ્ધ, મુક્ત, અંતકૃત-સંસારનો અંત કરવાવાળા, પરિનિવૃત્ત-કર્મકૃત વિકારોથી રહિત એવં સર્વ દુઃખોથી રહિત થયા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મહાવીર સ્વામીનું એકાકી મોક્ષગમનરૂપ ઐતિહાસિક સત્ય રજૂ કરવામાં આવ્યું છે. ઋષભદેવથી પાર્શ્વનાથ પર્યંતના ૨૩ તીર્થંકરો જે સમયે મોક્ષ પધાર્યા તે સમયે તેમની સાથે મોક્ષે જનાર બીજા સાધુઓ હતા. મહાવીર સ્વામીએ દીક્ષા પણ એકાકીપણે લીધી અને એકાકીપણે જ મુક્ત
થયા.
અનુત્તર વિમાનવાસી દેવોની ઊંચાઈ :
४० अणुत्तरोववाइया णं देवा एगं रयणिं उड्डुं उच्चत्तेणं पण्णत्ता ।
ભાવાર્થ :- અનુત્તરોપપાતિક દેવોની ઊંચાઈ એક હાથની કહી છે.
:
વિવેચન :
વૈમાનિક દેવોની ઉત્કૃષ્ટ અવગાહના વિવિધ પ્રકારની છે. તેમાં પહેલા, બીજા દેવલોકમાં સાત હાથની અવગાહના હોય છે. તે પછી ઉપરના દેવલોકના દેવોની અવગાહના ક્રમશઃ ઘટતી જાય છે. જેમ