________________
સ્થાન-૧
[ ૨૯ ]
અજઘન્યોત્કૃષ્ટ અવગાહનાવાળા સ્કંધોની એક વર્ગણા.
જઘન્યસ્થિતિવાળા સ્કંધોની એકવર્ગણા. ઉત્કૃષ્ટસ્થિતિવાળા સ્કંધોની એક વર્ગણા. અજઘન્યોત્કૃષ્ટ સ્થિતિવાળા સ્કંધોની એક વર્ગણા.
જઘન્ય ગુણ કાળા સ્કંધોની એક વર્ગણા. ઉત્કૃષ્ટ ગુણ કાળા સ્કંધોની એક વર્ગણા. અજઘન્યોત્કૃષ્ટ ગુણ કાળા સ્કંધોની એક વર્ગણા.
આ રીતે શેષ સર્વ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના જઘન્યગુણ, ઉત્કૃષ્ટગુણ અને અજઘન્યોત્કૃષ્ટ ગુણવાળા સ્કંધોની વર્ગણા એક–એક છે.
વિવેચન :
આ સૂત્રમાં પુદ્ગલ દ્રવ્યની વિવિધ વર્ગણાઓનું કથન દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ કર્યું છે. યથા(૧) દ્રવ્યથી- પરમાણુથી અનંતપ્રદેશી સ્કંધ સુધીની અનંત વર્ગણા છે. (૨) ક્ષેત્રથી- એક પ્રદેશાવગાઢથી અસંખ્ય પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્યોની અસંખ્ય વર્ગણા છે. (૩) કાળથી– એક સમયથી અસંખ્ય સમયની સ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્યોની અસંખ્ય વર્ગણા છે. (૪) ભાવથી– એક ગુણ કૃષ્ણવર્ણથી અનંતગુણ કૃષ્ણ, તે રીતે ગંધ, રસ, સ્પર્શના, વીસ બોલ યુક્ત પુદ્ગલ દ્રવ્યની અનંત વર્ગણા છે. તે ઉપરાંત જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ પ્રદેશી ઢંધ, જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અવગાહના, સ્થિતિ અને વર્ણાદિની વર્ગણાઓ છે. આ રીતે પુદ્ગલ દ્રવ્યની અનંતાનંત વર્ગણાઓ છે. પરમાણુત્વ, ક્રિપ્રદેશત્વ વગેરે સામાન્યની અપેક્ષાએ તે સર્વની એક–એક વર્ગણા કહી છે.
જંબૂઢીપનું સંસ્થાન અને પરિમાણ :३८ एगे जंबुद्दीवे दीवे सव्वदीवसमुदाणं सव्वब्भंतराए सव्वखुड्डाए, वट्टे तेल्लापूयसंठाणसंठिए, वट्टे रहचक्कवालसंठाणसठिए, वट्टे पुक्खरकण्णिया संठाण- संठिए, वट्टे पडिपुण्णचंदसंठाणसंठिए, एग जोयणसयसहस्सं आयाम विक्खंभेणं, तिण्णि जोयणसयसहस्साई सोलस सहस्साई दोण्णि य सत्तावीसे जोयणसए तिण्णि य कोसे अट्ठावीसं च धणुसयं तेरसअंगुलाई अद्धंगुलगं च किंचिविसेसाहिए परिक्खेवेणं ।। ભાવાર્થ :- સર્વ દ્વીપ અને સમુદ્રોની સર્વથા મધ્યમાં જંબુદ્વીપ નામનો એક દ્વીપ છે. જે સર્વથી નાનો છે. તેલમાં તળેલા પુડલાના સંસ્થાનથી સંસ્થિતવૃત (ગોળાકાર) છે. રથના ચક્રના સંસ્થાનથી સંસ્થિતવૃત