________________
૩૬ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
કરી શકતા નથી તેવા એકેન્દ્રિય જીવો સ્થાવર કહેવાય છે. સમસ્ત સંસારી જીવો આ બે ભેદમાં સમાવિષ્ટ થઈ જાય છે. સયોનિક અયોનિક - યોનિ એટલે ઉત્પત્તિસ્થાન. સર્વ સંસારી જીવો યોનિસ્થાનમાં ઉત્પન્ન થાય છે, જન્મ ધારણ કરે છે માટે સમસ્ત સંસારી જીવ સોનિક કહેવાય છે.
યોનિ રહિત એવા સિદ્ધ જીવ અયોનિક કહેવાય છે. સયોનિક અયોનિક આ ભેદમાં જગતના સર્વ જીવોનો સમાવેશ થઈ જાય છે. અજીવ દ્રવ્ય પુગલ વગેરે પણ અયોનિક છે. આયુસહિત આયુરહિત – આયુષ્ય કર્મયુક્ત સંસારીજીવ અને આયુષ્યકર્મ રહિત સિદ્ધ જીવ છે. સઈદ્રિય અનિયિ:- ઈન્દ્રિય સહિતના જીવો સઈન્દ્રિય કહેવાય છે. ઈન્દ્રિય રહિત જીવોને અનિન્દ્રિય કહેવાય છે. ૧૩–૧૪ ગુણસ્થાનકવાળા જીવોને ઈન્દ્રિયજન્ય જ્ઞાન નથી કે ઈન્દ્રિયનો પ્રયોગ નથી. ઈન્દ્રિયજ્ઞાન ક્ષાયોપથમિક છે. ૧૩–૧૪ ગુણસ્થાને ક્ષાયોપથમિક ભાવ નથી તેથી કેવળી ભગવાન અનિષ્ક્રિય છે અને સિદ્ધને શરીર અને ઈન્દ્રિયો જ ન હોવાથી તે પણ અનિષ્ક્રિય કહેવાય છે. શેષ સર્વ જીવો સઈન્દ્રિય છે. સવેદી અવેદી -'વેદ' શબ્દનો અર્થ છે અનુભૂતિ. પ્રસ્તુત સૂત્રમાં વેદનો અર્થ છે કામવાસનાની અનુભૂતિ. વેદ મોહનીયકર્મના ઉદયે જીવને સ્ત્રી, પુરુષ કે બંને પ્રતિ ભોગ ભાવ જાગે છે, તેથી વેદમોહનીય કર્મના ઉદયવાળા જીવો સવેદી કહેવાય છે. વેદમોહનીય કર્મનો ઉદય ન હોય તેવા ૯ થી૧૪ ગુણસ્થાનકવાળા જીવો તથા મુક્ત જીવો અવેદી કહેવાય છે. રૂપી અરૂપી - વર્ણ, ગંધ, રસ, સ્પર્શ યુક્ત દ્રવ્ય રૂપી કહેવાય છે અને વર્ણાદિ ન હોય તે દ્રવ્ય અરૂપી કહેવાય છે. છ દ્રવ્યમાં એક પુદ્ગલદ્રવ્ય રૂપી છે અને શેષ પાંચ દ્રવ્ય અરૂપી છે. સપુગલ અપુદ્ગલ - કર્મયુક્ત સર્વ સંસારી જીવો પુદ્ગલસહિત છે. સિદ્ધ જીવો પુદ્ગલ(કર્મ) રહિત છે.
સંસાર સમાપન્નક અસંસાર સમાપક :- સંસાર–ભવને પ્રાપ્ત સંસારી જીવો સંસાર સમાપન્નક કહેવાય છે અને ભવભ્રમણથી રહિત જીવો અસંસાર સમાપન્નક કહેવાય છે. શાશ્વત અશાશ્વતઃ-જન્મ મરણ વગેરે અવસ્થાથી રહિત એવા સિદ્ધ જીવો શાશ્વત છે અને જન્મ મરણના ચક્રમાં પરિવર્તિત થતાં સંસારી જીવો અશાશ્વત કહેવાય છે. છ દ્રવ્યો શાશ્વત છે અને તેની પર્યાયો (અવસ્થાઓ) અશાશ્વત છે. આકાશ નોઆકાશ - સર્વ દ્રવ્યને સ્થાન–અવગાહના આપે તે આકાશદ્રવ્ય છે. 'નો' શબ્દના બે અર્થ છે– (૧) સર્વથા નિષેધ (૨) ભિન્નાર્થ. અહીં 'નો' શબ્દ ભિન્નાર્થમાં પ્રયુક્ત છે. આકાશથી ભિન્ન પાંચ દ્રવ્ય નોઆકાશ કહેવાય છે. ધર્મ અધર્મ – જીવ અને પુદ્ગલની ગતિનું ઉદાસીન પણ અનિવાર્ય માધ્યમ ધર્મ-ધર્માસ્તિકાય કહેવાય