________________
[૨૬]
શ્રી ઠાણાગ સુત્ર-૧
(૪,૫,૬) ત્રીજા સૂત્રમાં ત્રણ દષ્ટિની અપેક્ષાએ લેશ્યા અને દંડકોની વર્ગણા કહી છે. તેના ત્રણ પ્રકરણ થાય છે. (૭,૮) ચોથા સૂત્રમાં કૃષ્ણપક્ષી, શુક્લપક્ષીની અપેક્ષાએ લેશ્યા અને દંડકોની વર્ગણા કહી છે. તેના બે પ્રકરણ થાય છે. આ રીતે ચાર સૂત્રોમાં ક્રમશઃ એક, બે, ત્રણ અને બે, એમ આઠ પ્રકરણ થાય છે.
પ્રસ્તુત સૂત્રોમાં જે જીવોની જે જે વેશ્યા સમાન હોય છે તે તે જીવોની સમાનતાની દષ્ટિએ એક એક વર્ગણા કહી છે. સિદ્ધોની વિવિધ વર્ગણા અને એકત્વ :|३५ एगा तित्थसिद्धाणं वग्गणा । एगा अतित्थसिद्धाणं वग्गणा । एगा तित्थयरसिद्धाणं वग्गणा । एगा अतित्थयरसिद्धाणं वग्गणा । एगा सयंबुद्धसिद्धाण वग्गणा। एगा पत्तेयबुद्धसिद्धाणं वग्गणा । एगा बुद्धबोहियसिद्धाणं वग्गणा । एगा इत्थीलिंगसिद्धाणं वग्गणा । एगा पुरिसलिंगसिद्धाणं वग्गणा । एगा णपुंसकलिंग सिद्धाणं वग्गणा । एगा सलिंगसिद्धाणं वग्गणा । एगा अण्णलिंगसिद्धाण वग्गणा। एगा गिहिलिंग सिद्धाण वग्गणा । एगा एक सिद्धाणं वग्गणा । एगा अणिक्कसिद्धाणं वग्गणा । एगा अपढमसमयसिद्धाणं वग्गणा, एवं जाव अणंतसमय सिद्धाणं वग्गणा। ભાવાર્થ :- તીર્થ સિદ્ધોની એક વર્ગણા. અતીર્થ સિદ્ધોની એક વર્ગણા. તીર્થકર સિદ્ધોની એક વર્ગણા. અતીર્થકર સિદ્ધોની એક વર્ગણા. સ્વયંબુદ્ધ સિદ્ધોની એક વર્ગણા. પ્રત્યેક બુદ્ધ સિદ્ધોની એક વર્ગણા. બુદ્ધબોધિત સિદ્ધોની એક વર્ગણા. સ્ત્રીલિંગ સિદ્ધોની એક વર્ગણા. પુરુષલિંગ સિદ્ધોની એક વર્ગણા. નપુસકલિંગ સિદ્ધોની એક વર્ગણા. સ્વલિંગ સિદ્ધોની એક વર્ગણા. અન્યલિંગ સિદ્ધોની એક વર્ગણા. ગૃહસ્થલિંગ સિદ્ધોની એક વર્ગણા. એક સિદ્ધોની એક વર્ગણા. અનેક સિદ્ધોની એક વર્ગણા. અપ્રથમ સમયના સિદ્ધોની એક વર્ગણા. આ રીતે ક્રમથી અનંત સમયના સિદ્ધો સુધીની એક-એક વર્ગણા છે.
વિવેચન :
પ્રથમ સ્થાનના ૧૮માં સૂત્રમાં સિદ્ધ એક છે; તેમ કહ્યું છે. તે કથન સંગ્રહનયની દષ્ટિએ કથન છે. આ સૂત્રમાં તીર્થ સિદ્ધ વર્ગણા વગેરે સિદ્ધના ૧૫ પ્રકાર બતાવ્યા છે. તે ભેદ પ્રભેદની દષ્ટિએ કથન છે.
અહીં પંદર પ્રકારે સિદ્ધ પૂર્વાવસ્થાની દષ્ટિએ કહ્યા છે. જેમ કે સિદ્ધ થતાં પૂર્વે જે અંતિમ મનુષ્ય ભવ હતો તેમાં કોઈ તીર્થ સ્થાપના થયા પછી સિદ્ધ થયા હોય તો કોઈ તીર્થની સ્થાપના થયા પહેલાં સિદ્ધ થયા હોય તે ભૂતકાળની પર્યાયને લક્ષ્યમાં રાખી પંદર વર્ગણા બતાવી છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે છે(૧) તીર્થસિદ્ધ જે તીર્થની સ્થાપના થયા પછી તીર્થમાં દીક્ષા લઈ સિદ્ધ થાય છે. જેમ કે ઋષભદેવના