________________
સ્થાન-૧
_
| ૨૫ |
એક એક વર્ગણા છે. ઉપર બતાવ્યા પ્રમાણે વેશ્યાને આધારે ૨૪ દંડકની વર્ગણાના આઠ પ્રકરણ છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં વેશ્યા સંબંધી વર્ગણાઓનું અનેક અપેક્ષાએ વર્ણન છે.
લેશ્યા - ત્નિને પ્રજા યય નેશ્ય = જેના દ્વારા જીવ કર્મથી લેપાય તે આત્મ પરિણામ લેશ્યા કહેવાય છે. કષાય અને યોગથી નિર્મિત થતા આત્મ પરિણામ લેશ્યા કહેવાય છે. તેના છ પ્રકાર છે, યથાકૃષ્ણ, નીલ, કપોત, તેજો, પધ અને શુક્લ.
કૃષ્ણલેશ્યા - પાંચ આશ્રવોનું નિરંતર સેવન કરનાર. મન, વચન, કાયાનો અસંયમી, છ કાયનો હિંસક, આરંભમાં આસક્ત, પાપકાર્યોમાં સાહસિક, શુદ્ધ, ક્રૂર, અજિતેન્દ્રિય, સર્વનું અહિત કરવાની કુટિલ ભાવનાપરિણામવાળો જીવ કૃષ્ણલેશી હોય છે. નીલલેશ્યા - ઈર્ષ્યાળુ, કદાગ્રહી, તપ નહીં કરનાર, અજ્ઞાની, માયાવી, નિર્લજ, લંપટ, દ્વેષી, રસલોલુપી, શઠ, પ્રમાદી, સ્વાર્થી વગેરે પરિણામવાળો જીવ નીલલેશી હોય છે.
કાપોતલેશ્યા :- વક્ર પરિણામી, માયાવી, અભિમાની, પોતાના દોષને છુપાવનાર, પરિગ્રહી, ચોર, મિથ્યાદષ્ટિ, કઠોરભાષી વગેરે પરિણામવાળો જીવ કાપોતલેશી હોય છે.
તેજોલેશ્યા :- નમ્ર, અચપળ, સરળ, અકુતુહલી, વિનીત, જિતેન્દ્રિય, તપસ્વી, દેઢધર્મી, પાપભીરુ, કલ્યાણકામી વગેરે પરિણામવાળો જીવ તેજોલેશી હોય છે.
પાલેશ્યા - અલ્પકષાયી, શાંતચિત્ત, જિતેન્દ્રિય, અલ્પભાષી, પ્રવૃત્તિઓમાં વિવેકી, ઉપશમભાવ યુક્ત જીવ પાલેશી હોય છે.
શુક્લલેશ્યા - આર્ત-રૌદ્રધ્યાનનો ત્યાગી, ધર્મ-શુક્લ ધ્યાનનો આરાધક, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનો પાલક, અલ્પરાગી અથવા વીતરાગી, ઉપશાંત, જિતેન્દ્રિય વગેરે પરિણામવાળો જીવ શુક્લલશી હોય છે.
પ્રત્યેક વેશ્યાના જઘન્ય અંશથી ઉત્કૃષ્ટ અંશ સુધી અસંખ્યાત ભેદ હોય છે છતાં અહીં લક્ષણની સમાનતા હોવાથી પ્રત્યેક વેશ્યાની એક વર્ગણા કહી છે. અક્ષયવસ :-અહીં ચાર સૂત્રોમાં વેશ્યાવર્ગણાના આધારે આઠ વાર ચોવીસ દંડકોની વર્ગણા કહી છે. તેથી અહીં લેશ્યા અને દંડકોને આશ્રયી આઠ વર્ગણા પ્રકરણ દર્શાવ્યા છે, તે આ પ્રમાણે છે(૧) પ્રથમ સૂત્રમાં સમુચ્ચય રીતે લેશ્યા અને દંડકોની વર્ગણા કહી છે. તેનું એક પ્રકરણ થાય. (૨,૩) બીજા સત્રમાં ભવી અને અભવીની અપેક્ષાએ લેશ્યા અને દંડકોની વર્ગણા કહી છે તેના બે પ્રકરણ થાય છે.