________________
સ્થાન-૧
[ ૨૭ ]
ગણધર ઋષભસેન આદિ. (૨) અતીર્થસિદ્ધ- તીર્થની સ્થાપના થયા પહેલા જે સિદ્ધ થાય છે. જેમ કે મરુદેવા માતા. (૩) તીર્થકર સિદ્ધ– તીર્થંકર પણે સિદ્ધ થાય છે. જેમ કે ઋષભદેવ. (૪) અતીર્થકર સિદ્ધ- સામાન્ય કેવળી પણે સિદ્ધ થાય છે. જેમ કે ગૌતમ સ્વામી. (૫) સ્વયંબદ્ધ સિદ્ધ- સ્વયં બોધ પ્રાપ્ત કરી સિદ્ધ થાય છે. જેમ કે મહાવીર સ્વામી. (૬) પ્રત્યેકબદ્ધ સિદ્ધ- બાહ્ય નિમિત્તથી પ્રબુદ્ધ થઈ સિદ્ધ થાય છે. જેમ કે નમિરાજ આદિ. (૭) બુદ્ધબોધિત સિદ્ધ– આચાર્ય આદિ દ્વારા બોધ પામી સિદ્ધ થાય છે. જેમ કે જંબૂસ્વામી. (૮) સ્ત્રીલિંગ સિદ્ધ- સ્ત્રીલિંગે સિદ્ધ થાય છે. જેમ કે સાધ્વી ચંદના. (૯) પુરુષલિંગ સિદ્ધ– પુરુષલિંગે સિદ્ધ થાય છે. જેમ કે ભરત ચક્રવર્તી. (૧૦) નપુંસકલિંગ સિદ્ધ- કૃત્રિમ નપુંસકલિંગે સિદ્ધ થાય છે. જેમ કે ગાંગેય. (૧૧) સ્વલિંગ સિદ્ધ- નિગ્રંથ વેષથી સિદ્ધ થાય છે. જેમ કે સુધર્મા સ્વામી. (૧૨) અલિંગ સિદ્ધ- નિગ્રંથ વેષ સિવાય અન્ય વેષે સિદ્ધ થાય છે. જેમ કે વલ્કલચીરી. (૧૩) ગૃહસ્થલિંગ સિદ્ધ– જે ગૃહસ્થના વેષે સિદ્ધ થાય છે. જેમ કે મરુદેવી માતા. (૧૪) એકસિદ્ધ– એક સમયમાં એક જ સિદ્ધ થાય છે. જેમ કે ગજસુકુમાલ. (૧૫) અનેક સિદ્ધ– એક સમયમાં બે થી લઈને ઉત્કૃષ્ટ ૧૦૮ સુધી એક સાથે સિદ્ધ થાય છે. જેમ કે અજિતનાથ વગેરે.
આ ૧૫ દ્વારથી મનુષ્ય પર્યાયની અપેક્ષાએ સિદ્ધની વિભિન્ન વર્ગણાઓનું વર્ણન કર્યું છે. પરમાર્થ દષ્ટિથી તો સિદ્ધલોકમાં બિરાજમાન સર્વ સિદ્ધ સમાનરૂપે અનંતગુણોના ધારક છે. અનંત તીર્થકરો અનંત અતીર્થકરો સિદ્ધ થયા છે. આ પંદર ભેદે અનંતજીવો સિદ્ધ થયા છે. તેઓમાં તીર્થકરત્વ વગેરે ભાવોની સમાનતા છે માટે તેઓની એક–એક વર્ગણા કહી છે.
સુત્રમાં ભૂતપૂર્વ અવસ્થાની અપેક્ષાએ ૧૫ વર્ગણા બતાવ્યા પછી અપ્રથમ સમયવર્તી સિદ્ધોની વર્ગણા કહી છે. તેમાં બીજા સમય, ત્રીજા સમય, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમ, નવમાં, દસમા સમયવર્તી સિદ્ધોની તથા સંખ્યાત, અસંખ્યાત અને અનંત સમયવર્તી સિદ્ધોની એક–એક વર્ગણા જાણવી. પ્રથમ સમયવર્તી સિદ્ધોના શાસ્ત્રમાં પંદર ભેદ કરવામાં આવે છે અને અપ્રથમ સમયવર્તી સિદ્ધોના બે સમયથી દશ સમય સુધી નવ અને સંખ્યાત, અસંખ્યાત, અનંતના ત્રણ એમ બાર બોલ થાય છે. તેને સુત્રમાં 'જાવ' શબ્દથી સંક્ષિપ્ત કરેલ છે. પ્રથમ સમય, દ્વિતીય સમય વગેરેમાં સિદ્ધત્વ સામાન્યની અપેક્ષાએ તેઓની એક–એક વર્ગણા કહી છે. પુદ્ગલ દ્રવ્યની વિવિધ વર્ગણા અને એકત્વ :|३६ एगा परमाणुपोग्गलाणं वग्गणा, एवं जाव एगा अणंतपएसियाणं खंधाणं