________________
સ્થાન—૧
ર૩
કૃષ્ણ-શુક્લપાક્ષિકની વર્ગણા અને એકત્વ :
३० एगा कण्हपक्खियाणं वग्गणा । एगा सुक्कपक्खियाणं वग्गणा । एगा कण्हपक्खियाणं णेरइयाणं वग्गणा । एगा सुक्कपक्खियाणं णेरइयाणं वग्गणा । एवं चडवीसदंडओ भाणियव्वो ।
ભાવાર્થ :– કૃષ્ણપાક્ષિક જીવોની એક વર્ગણા. શુક્લપાક્ષિક જીવોની એક વર્ગણા. કૃષ્ણપાક્ષિક નારકી જીવોની એક વર્ગણા. શુક્લપાક્ષિક નારકી જીવોની એક વર્ગણા. આ રીતે ૨૪ દંડકમાં કૃષ્ણપાક્ષિક અને શુક્લ પાક્ષિક જીવોની એક એક વર્ગણા છે.
વિવેચન :
શુક્લપાક્ષિક :– જે જીવનો દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન સંસાર પરિભ્રમણ કાળ શેષ રહ્યો હોય, તે જીવો શુક્લપાક્ષિક કહેવાય છે.
કૃષ્ણપાક્ષિક ઃ— જે જીવનો સંસાર પરિભ્રમણકાળ અર્ધપુદ્ગલ પરાવર્તનથી વધારે હોય તેને કૃષ્ણપાક્ષિક કહેવાય છે. જોકે અર્ધ પુદ્ગલ પરાવર્તનકાળમાં અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી કાલ વ્યતીત થાય છે તોપણ મુક્તિ પ્રાપ્ત કરવાની કાલમર્યાદા નિશ્ચિત થઈ જવાથી તે જીવો શુક્લપાક્ષિક કહેવાય છે. ૨૪ દંડકમાં આ બંને પ્રકારના જીવો હોય છે. તે તે વર્ગણામાં જીવોની સંસારમાં રહેવાની કાળમર્યાદા સમાન હોવાથી તેને એક–એક વર્ગણા રૂપે બતાવ્યા છે.
લેશ્યાની અપેક્ષાએ વર્ગણાનું એકત્વ :
|३१ एगा कण्हलेसाणं वग्गणा । एगा णीललेसाणं वग्गणा । एगा काउलेसाणं वग्गणा । एगा तेउलेसाणं वग्गणा । एगा पम्हलेसाणं वग्गणा । एगा सुक्कलेसाणं वग्गणा ।
एगा कण्हलेसाणं णेरइयाणं वग्गणा । एगा णीललेसाणं णेरइयाणं वग्गणा। एगा काउलेसाणं णेरइयाणं वग्गणा । एवं जस्स जइ लेसाओ । भवणवइवाणमंतर पुढवि-आउ-वणस्सइकाइयाणं च चत्तारि लेसाओ, तेउ वाउ बेइंदिय तेइंदिय चउरिंदियाणं तिण्णि लेसाओ, पंचिंदियतिरिक्ख जोणियाणं मणुस्साणं छल्लेसाओ, जोइसियाणं एगा तेउलेसा, वेमाणियाणं तिण्णि उवरिम लेसाओ । ભાવાર્થ :- કૃષ્ણલેશી જીવોનીએક વર્ગણા. નીલલેશી જીવોની એક વર્ગણા. કાપોતલેશી જીવોની એક વર્ગણા. તેજોલેશી જીવોની એક વર્ગણા. પદ્મલેશી જીવોની એક વર્ગણા. શુક્લલેશી જીવોની એક વર્ગણા.