________________
૨૨ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
जाव एगा सम्मामिच्छद्दिट्ठियाणं वेमाणियाणं वग्गणा । ભાવાર્થ :- સમ્યમ્ દષ્ટિ જીવોની એક વર્ગણા. મિથ્યાદષ્ટિ જીવોની એક વર્ગણા. સમ્યમિથ્યાદષ્ટિ જીવોની એક વર્ગણા.
સમગુ દષ્ટિ નારકી જીવોની એક વર્ગણા. મિથ્યાદષ્ટિ નારકી જીવોની એક વર્ગણા. સમ્યગુમિથ્યાદષ્ટિ નારકી જીવોની એક વર્ગણા. આ રીતે અસુરકુમારથી લઈને સ્વનિતકુમાર સુધીના સમ્યગુદષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સમ્યગુ મિથ્યાદષ્ટિ દેવોની એક એક વર્ગણા છે.
મિથ્યાદષ્ટિ પૃથ્વીકાયિક જીવોની એક વર્ગણા. આ રીતે અપ્લાયિકથી વનસ્પતિકાયિક જીવોની એક એક વર્ગણા છે.
સમ્યગુદષ્ટિ બેઈન્દ્રિય જીવોની એક વર્ગણા. મિથ્યાદષ્ટિ બેઈન્દ્રિય જીવોની એક વર્ગણા. સમ્યગુદષ્ટિ તેઈન્દ્રિય જીવોની એક વર્ગણા. મિથ્યાદષ્ટિ તેઈન્દ્રિય જીવોની એક વર્ગણા. સમ્યગુદષ્ટિ ચઉરિન્દ્રિય જીવોની એક વર્ગણા. મિથ્યાદષ્ટિ ચઉરિન્દ્રિય જીવોની એક વર્ગણા.
સમ્યગુદષ્ટિ,મિથ્યાદષ્ટિ અને સમ્યગુમિથ્યાદષ્ટિવાળા શેષ દંડકો(પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્ય, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક)ની એક–એક વર્ગણા છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ૨૪ દંડકના જીવોમાં ત્રણ દષ્ટિની અપેક્ષાએ વર્ગણાઓના એકત્વનું કથન છે. સમ્યગદષ્ટિ - મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી જીવને તત્ત્વ શ્રદ્ધા પ્રગટ થાય, તે જીવ સમ્યગ્દષ્ટિ કહેવાય. મિથ્યાદષ્ટિ - મિથ્યાત્વ મોહનીયના ઉદયે જીવને દેવ, ગુરુ, ધર્મ તથા નવ તત્ત્વથી વિપરીત શ્રદ્ધા હોય, તો તે મિથ્યાષ્ટિ કહેવાય. મિશ્રદષ્ટિઃ- મિશ્ર મોહનીય કર્મના ઉદયે જિનોક્ત તત્ત્વ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા પણ ન હોય અને અશ્રદ્ધા પણ ન હોય, તેવા જીવ સમ્યગુ મિથ્યાદષ્ટિ(મિશ્ર દષ્ટિ) કહેવાય છે.
નારકી, દેવ, મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં ત્રણે દષ્ટિ છે. એકેન્દ્રિયમાં એક મિથ્યાદષ્ટિ છે. વિક્લેન્દ્રિયમાં સમ્યગ્દષ્ટિ, મિથ્યા દષ્ટિ બે દષ્ટિ હોય છે.
નારક વગેરેમાં તે તે દષ્ટિવાળા અનેક જીવો હોય છે પરંતુ શ્રદ્ધાળુણ, અશ્રદ્ધાળુણ વગેરેની સમાનતાના કારણે તે જીવોમાં ત્રણે દષ્ટિની એક-એક વર્ગણા કહી છે. સર્વ દંડકોમાં ત્રણે દષ્ટિના જીવોમાં ભાવની તરતમતાથી અનેક ભેદ હોય છે તોપણ અહીં અભેદ સામાન્યની અપેક્ષાથી તેઓની એક-એક વર્ગણા કહી છે.