________________
સ્થાન-૧
૨૧
]
वग्गणा । एवं जाव एगा भवसिद्धियाणं वेमाणियाणं वग्गणा, एगा अभवसिद्धियाणं वेमाणियाणं वग्गणा ।
ભાવાર્થ :- ભવ્યસિદ્ધિક જીવોની એક વર્ગણા. અભવ્યસિદ્ધિક જીવોની એક વર્ગણા. ભવ્યસિદ્ધિક નારકી જીવોની એક વર્ગણા. અભવ્યસિદ્ધિક નારકી જીવોની એક વર્ગણા. આ રીતે ભવ્યસિદ્ધિક અને અભવ્યસિદ્ધિક અસુરકુમારથી વૈમાનિક સુધીના દંડકોની એક–એક વર્ગણા છે.
વિવેચન :
સંસારી જીવના બે પ્રકાર છે. ભવ્યસિદ્ધિક(ભવસિદ્ધિક) અને અભિવ્યસિદ્ધિક(અભય સિદ્ધિક). જે જીવોમાં સિદ્ધપદ પ્રાપ્ત કરવાની યોગ્યતા હોય તે ભવ્યસિદ્ધિક અને જે જીવોમાં સિદ્ધપદ પ્રાપ્ત કરવાની યોગ્યતા નથી તે અભવ્યસિદ્ધિક કહેવાય છે.
ભવ્યપણુ અને અભવ્યપણુ કોઈ કર્મના નિમિત્તથી નહીં પરંતુ સ્વભાવથીજ હોય છે. તે સ્વભાવને જીવનો પારિણામિક ભાવ કહે છે. ભવ્ય જીવ ક્યારે ય અભવ્ય થતા નથી અને અભિવ્ય જીવ ક્યારે ય ભવ્ય થતા નથી. તે જીવોને ભવી અને અભવી પણ કહે છે.
સામાન્ય રીતે ભવ્ય સિદ્ધિક જીવોના સમુદાયની એક અને અભિવ્યસિદ્ધિક જીવોના સમુદાયની એક વર્ગણા બતાવી છે, તેમજ ૨૪ દંડકમાં ભવ્યસિદ્ધિક અને અભવ્યસિદ્ધિકની એક–એક વર્ગણા કહી છે. નારકી વગેરેમાં ભવ્ય સિદ્ધિકપણું સમાન હોવાથી તેની એક વર્ગણા કહી છે.
દષ્ટિની અપેક્ષાએ વર્ગણાનું એકત્વ - २९ एगा सम्मदिट्ठियाणं वग्गणा । एगा मिच्छदिट्ठियाणं वग्गणा । एगा सम्मा- मिच्छद्दिट्ठियाणं वग्गणा ।
एगा सम्मद्दिट्ठियाणं णेरइयाणं वग्गणा । एगा मिच्छ दिट्ठियाणं णेरइयाणं वग्गणा । एगा सम्मामिच्छद्दिट्ठियाणं णेरइयाणं वग्गणा । एवं जाव थणियकुमाराणं वग्गणा ।
एगा मिच्छद्दिट्ठियाणं पुढविक्काइयाणं वग्गणा। एवं जाव वणस्सइकाइयाणं वग्गणा । एगा सम्मद्दिट्ठियाणं बेइंदियाणं वग्गणा । एगा मिच्छद्दिट्ठियाणं बेइंदियाणं वग्गणा । एगा सम्मद्दिट्ठियाणं तेइंदियाणं वग्गणा । एगा मिच्छद्दिट्ठियाणं तेइंदियाणं वग्गणा । एगा सम्मद्दिट्ठियाणं चउरिदियाणं वग्गणा । एगा मिच्छद्दिट्ठियाणं चउ-रिंदियाणं वग्गणा । सेसा जहा रइया