________________
[ ૨૦]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
वायुकुमाराणं वग्गणा । एगा थणियकुमाराणं वग्गणा । एगा पुढविकाइयाणं वग्गणा । एगा आउकाइयाणं वग्गणा । एगा तेउकाइयाणं वग्गणा । एगा वाउकाइयाणं वग्गणा । एगा वणस्सइकाइयाणं वग्गणा। एगा बेइंदियाणं वग्गणा । एगा तेइंदियाणं वग्गणा । एगा चउरिंदियाणं वग्गणा। एगा पंचिंदियतिरिक्खजोणियाणं वग्गणा । एगा मणुस्साणं वग्गणा । एगा वाणमंतराणं वग्गणा । एगा जोइसियाणं वग्गणा । एगा वेमाणियाणं वग्गणा । ભાવાર્થ :- (૧) નારકી જીવોની એક વર્ગણા. (૨) અસુરકુમારોની એક વર્ગણા. (૩) નાગકુમારોની એક વર્ગણા. (૪) સુવર્ણકુમારોની એક વર્ગણા. (૫) વિધુત્કારોની એક વર્ગણા. (૬) અગ્નિકુમારોની એક વર્ગણા. (૭) દ્વીપકુમારોની એક વર્ગણા. (૮) ઉદધિકુમારોની એક વર્ગણા. (૯) દિશાકુમારોની એક વર્ગણા. (૧૦) વાયુકુમારોની એક વર્ગણા. (૧૧) સ્વનિત (મેઘ)કુમારોની એક વર્ગણા. (૧૨) પૃથ્વીકાયિક જીવોની એક વર્ગણા. (૧૩) અષ્કાયિક જીવોની એક વર્ગણા. (૧૪) તેજસ્કાયિક જીવોની એક વણા. (૧૫) વાયુકાયિક જીવોની એક વર્ગણા. (૧૬) વનસ્પતિકાયિક જીવોની એક વર્ગણા. (૧૭) બેઈન્દ્રિય જીવોની એક વર્ગણા. (૧૮) તેઈન્દ્રિય જીવોની એક વર્ગણા. (૧૯) ચૌરેન્દ્રિય જીવોની એક વર્ગણા. (૨૦) પંચેન્દ્રિય તિર્યંચ જીવોની એક વર્ગણા. (૨૧) મનુષ્યોની એક વર્ગણા. (૨૨) વાણવ્યંતર દેવોની એક વર્ગણા. (૨૩) જ્યોતિષી દેવોની એક વર્ગણા. (૨૪) વૈમાનિક દેવોની એક વર્ગણા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવોની વર્ગણા રૂપે તેની ઐક્યતાનું કથન કર્યું છે. દંડક - જીવે બાંધેલા કર્મોના દંડ-ફળ ભોગવવાના સ્થાનને દંડક કહે છે. તે દંડક ચોવીસ છે. વર્ગણા - એક સમાન પુગલ સમૂહ કે જીવ સમુદાયને વર્ગણા કહે છે. અહીં સમાન કર્મોના સમાન દંડ ભોગવતા જીવોના સમુદાયને ચોવીસ દંડકના ક્રમથી ચોવીસ વર્ગણા કહી છે. નારકત્વ, અસુરકુમારત્વ વગેરે સામાન્યની અપેક્ષાએ પ્રત્યેક દંડકની એક–એક વર્ગણા સંગ્રહનયથી કહી છે. આગમમાં સંસારી જીવોનું વર્ણન ૨૪ દંડકના આધારે કરવામાં આવે છે. ચોવીસ દંડક - નારકીનો એક દંડક, ભવનપતિ દેવોના ૧૦ દંડક, વ્યંતર દેવનો ૧ દંડક, જ્યોતિષ્ક દેવનો ૧ દંડક, વૈમાનિક દેવનો ૧ દંડક, પાંચ સ્થાવરના ૫ દંડક, ત્રણ વિકસેન્દ્રિયના ૩ દંડક, તિર્યંચ પંચેન્દ્રિયનો ૧ દંડક અને મનુષ્યોનો ૧ દંડક. આ રીતે ૨૪ દંડક છે. ભવ્યાદિની અપેક્ષાએ વર્ગણાનું એકત્વ :२८ एगा भवसिद्धियाणं वग्गणा । एगा अभवसिद्धियाणं वग्गणा । एगा भवसिद्धियाणं रइयाणं वग्गणा । एगा अभवसिद्धियाणं णेरइयाणं