________________
સ્થાન-૧
[ ૧૮ ]
दुसमा। एगा दुसम सुसमा । एगा दुसमा । एगा दुसम दुसमा ।
एगा उस्सप्पिणी । एगा दुसम दुसमा । एगा दुसमा । एगा दुसम सुसमा । एगा सुसम-दुसमा । एगा सुसमा । एगा सुसम-सुसमा ।
ભાવાર્થ :- અવસર્પિણી કાલ એક છે. સુષમ સુષમા કાલ એક છે. સુષમા કાલ એક છે. સુષમ દુષમા કાલ એક છે. દુષમ-સુષમા કાલ એક છે. દુષમા કાલ એક છે. દુષમ દુષમા કાલ એક છે. ઉત્સર્પિણી કાલ એક છે. દુષમ દુષમા કાલ એક છે. દુષમા કાલ એક છે. દુષમ સુષમા કાલ એક છે. સુષમ દુષમા કાલ એક છે. સુષમા કાલ એક છે. સુષમ સુષમા કાલ એક છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અવસર્પિણી ઉત્સર્પિણી કાળ તથા તેના છ-છ આરાઓનું એકત્વ પ્રદર્શિત કર્યું છે. ઓખી ૩ખt:- કાલચક્ર અનાદિ અનંત છે. તેના ઉતરતા-ચડતા ભાવની અપેક્ષાએ મુખ્ય બે ભેદ કર્યા છે. અવસર્પિણીકાળ અને ઉત્સર્પિણીકાળ. અવસર્પિણી કાળમાં મનુષ્યોના બલ, બુદ્ધિ, દેહમાન, આયુષ્ય તેમજ પુલોના વર્ણ, ગંધ આદિ ક્રમશઃ ક્ષીણ થતા જાય છે. ઉત્સર્પિણી કાળમાં ક્રમશઃ તેમાં વૃદ્ધિ થતી જાય છે. તે પ્રત્યેકના સુખ દુઃખની અલ્પતા, બહુલતાના આધારે છ છ ભેદ છે. જે છ આરાના નામથી પ્રસિદ્ધ છે. સૂત્રમાં તેના નામોલ્લેખ કર્યા છે. તે નામોથી તેનું સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય છે.
અવસર્પિણી કાળના છ આરા – અવસર્પિણી કાળનો પ્રથમ આરો 'સુષમસુષમા અતિ સુખમય છે. બીજો આરો 'સુષમા સુખમય છે. ત્રીજો આરો 'સુષમદુષમા' સુખદુઃખમય છે. ચોથો આરો દુષમસુષમા' દુઃખસુખમય છે. પાંચમો આરો 'દુષમા' દુઃખમય છે અને છઠ્ઠો આરો 'દુષમદુષમા' અતિ દુઃખમય હોય છે. ઉત્સર્પિણી કાળના છ આરા - ઉત્સર્પિણીનો પ્રથમ આરો અતિ દુઃખમય, બીજો દુઃખમય, ત્રીજો દુઃખસુખમય, ચોથો સુખદુઃખમય, પાંચમો સુખમય અને છઠ્ઠો અતિસુખમય હોય છે.
અહીં વિશેષ જ્ઞાતવ્ય એ છે કે આ કાલચક્રના આરાઓનું પરિવર્તન કર્મભૂમિના પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં જ થાય છે, અન્યત્ર કોઈપણ ક્ષેત્રમાં થતું નથી.
પ્રત્યેક દંડકના જીવોની વર્ગણાનું એકત્વ :|२७ एगा णेरइयाणं वग्गणा । एगा असुरकुमाराणं वग्गणा । एगा णागकुमाराणं वग्गणा । एगा सुवण्णकुमाराणं वग्गणा । एगा विज्जुकुमाराण वग्गणा । एगा अग्गिकुमाराणं वग्गणा । एगा दीवकुमाराणं वग्गणा । एगा उदहिकुमाराणं वग्गणा। एगा दिसाकुमाराणं वग्गणा । एगा