________________
[ ૧૮ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
લડાઈ–ઝગડો. (૧૩) અભ્યાખ્યાન-ખોટું આળ ચડાવવું. (૧૪) પૈશુન્ય - ચાડી, ચુગલી, નારદવૃત્તિ. (૧૫) પરપરિવાદ– બીજાની નિંદા કરવી, વાંકુ બોલવું. (૧૬) રઈ અરઈ- પાપના કાર્યમાં ખુશ થવું અને ધર્મના કામમાં નાખુશ થવું. (૧૭) માયા મોસો- કપટ સહિત જૂઠું બોલવું. (૧૮) મિચ્છા દંસણ સí– કુદેવ, કુગુરુ અને કુધર્મની શ્રદ્ધા કરવી, નવ તત્ત્વની વિપરીત સમજણ અને શ્રદ્ધા કરવી.
અઢાર પાપસ્થાનમાં મૃષા અને માયાની પૃથક પૃથક પાપરૂપે ગણના કરીને, સત્તરમા પાપમાં માયા-મુષાને સાથે કહ્યા છે અને તેનો અર્થ છે માયા યુક્ત અસત્ય બોલવું. વૃત્તિકારે વેશ બદલી લોકોને ઠગવા તેવો અર્થ કર્યો છે. ઉદ્વેગરૂપ મનોવિકારને અરતિ અને આનંદરૂપ ચિત્તવૃત્તિને રતિ કહે છે. જ્યારે કોઈ વસ્તુમાં રતિ હોય છે ત્યારે અન્ય વસ્તુમાં અરતિ અવશ્યભાવી હોય. પ્રાણાતિપાતથી મિથ્યાદર્શન શલ્ય સુધીના અઢારે પાપોના અનેક ભેદો હોય છે. તે સર્વમાં પાપત્વ સામાન્યની અપેક્ષાએ એકતા દર્શાવી છે. પ્રત્યેક પાપ-વિરતિનું એકત્વ :| २५ एगे पाणाइवाय वेरमणे । एगे मुसावाय वेरमणे । एगे अदिण्णादाण वेरमणे। एगे मेहुण वेरमणे । एगे परिग्गह वेरमणे । एगे कोह विवेगे । एगे माण विवेगे एगे माया विवेगे । एगे लोभ विवेगे । एगे पेज्ज विवेगे । एगे दोस विवेगे । एगे कलह विवेगे । एगे अब्भक्खाण विवेगे । एगे पेसुण्ण विवेगे । एगे परपरिवाय विवेगे । एगे अरइरइ विवेगे । एगे मायामोस विवेगे । एगे मिच्छादसणसल्ल विवेगे । ભાવાર્થ – પ્રાણાતિપાત વિરમણ એક છે. મૃષાવાદ વિરમણ એક છે. અદત્તાદાન વિરમણ એક છે. મૈથુન વિરમણ એક છે. પરિગ્રહ વિરમણ એક છે. ક્રોધ વિવેક એક છે. માનવિવેક એક છે. માયા વિવેક એક છે.લોભવિવેક એક છે. પ્રેયસુ(રાગ)વિવેક એક છે. દ્વેષવિવેક એક છે. કલહવિવેક એક છે. અભ્યાખ્યાનવિવેક એક છે. પૈન્યવિવેક એક છે. પરંપરિવાદવિવેક એક છે. અરતિરતિવિવેક એક છે. માયા–મૃષાવિવેક એક છે. મિથ્યાદર્શનશલ્યવિવેક એક છે.
વિવેચન :
જેવી રીતે પ્રાણાતિપાત આદિ ૧૮ પાપસ્થાનોના મંદ–તીવ્ર પરિણામોના કારણે અનેક ભેદ થાય છે પરંતુ પાપરૂપ કાર્યની સમાનતાએ તે બધાને એક–એક કહ્યા છે. તેવી રીતે તે પાપોના ત્યાગરૂપ વિરતિ પરિણામ પણ તરતમ ભાવની અપેક્ષાએ અનેક હોય છે. છતાં પણ ત્યાગની સમાનતાથી તે સર્વને એક–એક કહ્યા છે. અવસર્પિણી આદિ પ્રત્યેક કાલ વિભાગોનું એકત્વ :२६ एगा ओसप्पिणी । एगा सुसम सुसमा । एगा सुसमा । एगा सुसम