________________
| સ્થાન-૧
[ ૧૭ ]
ભાવાર્થ :- શબ્દ એક છે. રૂપ એક છે. ગંધ એક છે. રસ એક છે. સ્પર્શ એક છે. શુભ શબ્દ એક છે. અશુભ શબ્દ એક છે. સુરૂપ એક છે. કુરૂપ એક છે. દીર્ઘ સંસ્થાન એક છે. હૃસ્વ સંસ્થાન એક છે. વૃત (ગોલ) સંસ્થાન એક છે. ત્રિકોણ સંસ્થાન એક છે. ચતુષ્કોણ સંસ્થાન એક છે. વિસ્તીર્ણ સંસ્થાન એક છે. પરિમંડલ સંસ્થાન એક છે. કૃષ્ણવર્ણ એક છે. નીલવર્ણ એક છે. લોહિત(૨ક્ત)વણે એક છે. હારિદ્રવણે એક છે. શુક્લવર્ણ એક છે. સુરભિગંધ એક છે. દુરભિગંધ એક છે.તિક્તરસ એક છે. કર્ક રસ એક છે. કષાયરસ એક છે. ખાટો રસ એક છે. મધુર રસ એક છે. કર્કશ સ્પર્શ એક છે. મૃદુ સ્પર્શ એક છે. ગુરુસ્પર્શ એક છે. લઘુસ્પર્શ એક છે. શીતસ્પર્શ એક છે. ઉષ્ણસ્પર્શ એક છે. સ્નિગ્ધસ્પર્શ એક છે. રૂક્ષસ્પર્શ એક છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનોની એકરૂપતાનું નિરૂપણ કર્યું છે. વર્ણાદિના ભેદોમાં વર્ણત્વ, ગંધત્વ વગેરે સમાનરૂપે હોવાથી તે એક છે.
પ્રત્યેક પાપસ્થાનોનું એકત્વ :२४ एगे पाणाइवाए । एगे मुसावाए । एगे अदिण्णादाणे । एगे मेहुणे । एगे परिग्गहे । एगे कोहे । एगे माणे । एगा माया । एगे लोभे । एगे पेज्जे । एगे दोसे । एगे कलहे । एगे अब्भक्खाणे । एगे पेसुण्णे । एगे परपरिवाए । एगा अरईरई । एगे मायामोसे । एगे मिच्छादसणसल्ले । ભાવાર્થ – પ્રાણાતિપાત એક છે. મૃષાવાદ એક છે. અદત્તાદાન એક છે. મૈથુન એક છે. પરિગ્રહ એક છે. ક્રોધકષાય એક છે. માનકષાય એક છે. માયાકષાય એક છે. લોભકષાય એક છે. પ્રેયસુ(રાગ)એક છે. દ્વેષ એક છે. કલહ એક છે. અભ્યાખ્યાન એક છે. પૈશુન્ય એક છે. પરંપરિવાદ એક છે. રતિ–અરતિ એક છે. માયા–મૃષા એક છે. મિથ્યાદર્શન શલ્ય એક છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અઢારે પાપસ્થાનમાં એકત્વ દર્શાવ્યું છે.
અઢાર પા૫સ્થાનક :- (૧) પ્રાણાતિપાત– પ્રાણોનો અતિપાત કરવો, આત્માથી દ્રવ્ય-પ્રાણોને જુદા કરવા અર્થાતુ હિંસા કરવી. (૨) મૃષાવાદ– અસત્ય બોલવું. (૩) અદત્તાદાન– અણ દીધેલી વસ્તુ લેવી; ચોરી કરવી. (૪) મૈથુન- અબ્રહ્મચર્ય, સ્ત્રી આદિનો સંગ. (૫) પરિગ્રહ- નવ પ્રકારનાં બાહ્ય અને ચૌદ પ્રકારના આત્યંતર પરિગ્રહની ઈચ્છા. (૬) ક્રોધ- ક્રોધ, ગુસ્સો (૭) માન-માન, અહંકાર. (૮) માયાકપટ. (૯) લોભ- અસંતોષ, જરૂર કરતાં વધુ પદાર્થોની અધિક ઈચ્છા. (૧૦) રાગ–પ્રિય વસ્તુ વગેરે ઉપર આસક્તિ રાખવી. (૧૧) દ્વેષ અપ્રિય વસ્તુ વગેરે ઉપર દુર્ભાવ રાખવો. (૧૨) કલહ- કજિયો,