________________
[ ૧૭ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
એક કહ્યા છે.
પરમાણુ – પુદ્ગલ દ્રવ્યનો નિર્વિભાગ અંશ જ્યારે સમુદાયથી અલગ પડી જાય ત્યારે તે પરમાણુ કહેવાય છે. પરમાણુ અનંત છે. તે સર્વમાં પરમાણુપણું સમાન છે. પરમાણુત્વ સામાન્યની અપેક્ષાએ તે એક છે.
સિદ્ધિ વગેરેનું એકત્વ :२२ एगा सिद्धी । एगे सिद्धे । एगे परिणिव्वाणे । एगे परिणिव्वुए । ભાવાર્થ – સિદ્ધિ એક છે. સિદ્ધ એક છે. પરિનિર્વાણ એક છે. પરિનિવૃત્ત એક છે.
વિવેચન :
સિદ્ધિ:- પ્રસ્તુત સુત્રમાં સિદ્ધિ શબ્દ દ્વારા ઈષ~ાગભારા પૃથ્વી–સિદ્ધશિલાને ગ્રહણ કરવામાં આવે છે, તે એક છે. બીજી અપેક્ષાએ કૃતકૃત્યતાને, લોકાગ્રે રહેલા સ્થાનને અને અણિમા વગેરે અષ્ટ સિદ્ધિઓને સિદ્ધિ કહે છે. સામાન્યની અપેક્ષાએ તેમાં એકત્વ સમજવું.
સિદ્ધ:- જેઓ અષ્ટકર્મથી મુક્ત થઈ જાય તે સિદ્ધ કહેવાય છે. સિદ્ધ જીવો અનંત છે, તેમાં સિદ્ધત્વ સમાન છે. સિદ્ધત્વ સામાન્યની અપેક્ષાએ તેને એક કહ્યા છે. પ્રત્યેક સિદ્ધ દ્રવ્યાપેક્ષાએ એક–એક જ છે. તેથી તેને દ્રવ્યાર્થતાની અપેક્ષાએ પણ એક કહ્યા છે.
પરિબળા,
:- કર્મ જનિત સંતાપના અભાવને અથવા વિકારના અભાવને પરિનિર્વાણ કહે છે અને શારીરિક, માનસિક દુઃખોથી મુક્ત જીવને પરિનિવૃત્ત કહે છે. સિદ્ધ જીવો જ પરિનિર્વાણને પ્રાપ્ત અને પરિનિવૃત્ત હોય છે.
રૂપ, શબ્દ આદિ પુદ્ગલ પર્યાયનું એકત્વ :२३ एगे सद्दे । एगे रूवे । एगे गंधे । एगे रसे । एगे फासे । एगे सुब्भिसद्दे। एगे दुब्भिसद्दे । एगे सुरूवे । एगे दुरूवे । एगे दीहे । एगे हस्से । एगे वट्टे । एगे तंसे । एगे चउरंसे । एगे पिहुले । एगे परिमंडले । एगे किण्हे। एगे णीले। एगे लोहिए । एगे हालिद्दे । एगे सुक्किले । एगे सुब्भिगंधे । एगे दुब्भिगंधे । एगे तित्ते । एगे कडुए । एगे कसाए । एगे अबिले । एगे महुरे । एगे कक्ख डे। एगे मउए । एगे गरुए । एगे लहुए । एगे सीए । एगे उसिणे । एगे णिद्धे । एगे लुक्खे ।