________________
| સ્થાન-૧
[ ૧૭ ]
વિવેચન :અહમહિમા :- અધર્મ પ્રતિમા. અધર્મના પ્રાધાન્ય યુક્ત પ્રવૃત્તિ, અધર્મ પ્રવૃત્તિ કે અધર્મમય સંકલ્પ સાથેની પ્રવૃત્તિ અધર્મ પ્રતિજ્ઞા કહેવાય છે. તેનાથી આત્મા પરિક્વેશ પામે છે. ધમ્મપદની – ધર્મપ્રતિમા ધર્મ પ્રવૃત્તિ. ધર્મમય સંકલ્પ સાથેની પ્રવૃત્તિ ધર્મપ્રતિજ્ઞા કહેવાય છે. તે પ્રવૃત્તિથી આત્મા જ્ઞાનાદિ પર્યાયને પામે છે અર્થાત્ આત્માના નિજગુણ પરિપુષ્ટ થાય છે.
શ્રુત અને ચારિત્ર ધર્મ કહેવાય છે. તેનાથી વિપરીત અધર્મ છે. પ્રતિમા શબ્દના અનેક અર્થ છે, યથા- તપ વિશેષ, સાધના વિશેષ, કાયોત્સર્ગ, મૂર્તિ, મન પર પડતો પ્રભાવ, પ્રવૃત્તિ આદિ.
અધર્મ પ્રવૃત્તિથી કે અધર્મમય શરીર વ્યાપારથી આત્મા જન્મ, જરા, મરણાદિ દુઃખ-ક્લેશ પામે છે. ક્લેશ આપવારૂપ લક્ષણ અધર્મયુક્ત પ્રવૃત્તિમાં સમાનરૂપે રહેલું છે, તેથી અધર્મ પ્રતિમાને એક કહી છે અથવા સર્વ જીવો પર અધર્મનો ક્લેશરૂપ પ્રભાવ સમાનરૂપે પડે છે માટે અધર્મ પ્રતિમા એક છે.
પર્યવજાત એટલે પર્યાય અથવા આત્માની યથાર્થ શુદ્ધ પર્યાય. ધર્મ દ્વારા જીવ શુદ્ધ પર્યાયને પ્રાપ્ત થઈ વિશુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. ધર્મમાં આત્માનું વિશુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવા રૂપ લક્ષણ સમાન છે, તેથી ધર્મ પ્રતિમાને એક કહી છે અથવા સર્વ જીવો પર ધર્મનો વિશુદ્ધ કરવા રૂપ પ્રભાવ એક સરખો પડે છે માટે ધર્મ પ્રતિમા એક છે. એક સમયમાં એક-એક યોગનું અસ્તિત્વ :१९ एगे मणे देवासुरमणुयाणं तंसि तंसि समयसि । एगा वई देवासुरमणुयाणं तसि तंसि समयसि । एगे काय-वायामे देवासुरमणुयाणं तंसि तंसि समयसि ।
एगे उट्ठाण-कम्म-बल-वीरिय-पुरिसकार-परक्कमे देवासुरमणुयाणं तंसि तंसि समयंसि । ભાવાર્થ :- દેવ, અસુર અને મનુષ્યનું તે તે સમયે (ચિંતનકાલમાં) મન એક હોય છે. દેવ, અસુર અને મનુષ્યનું તે તે સમયે(વચન બોલવાના સમયે)વચન એક હોય છે. દેવ, અસુર અને મનુષ્યનો તે તે સમયે (કાયવ્યાપારના સમયે)કાય-વ્યાયામ એક હોય છે.
દેવ, અસુર અને મનુષ્યના પુરુષાર્થના સમયે ઉત્થાન- કર્મ, બલ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ એક હોય છે.
વિવેચન :
સમનસ્ક જીવોમાં નારક, તિર્યચ, મનુષ્ય અને દેવ આ ચારેયનો સમાવેશ થાય છે. અહીં વિશિષ્ટતર