________________
- ૧૪ |
શ્રી ઠાણાગ સુત્ર-૧
યોગોની ઉપલબ્ધિની અપેક્ષાએ દેવ અને મનુષ્યને ગ્રહણ કર્યા છે. તેઓને ત્રણે યોગ વિશિષ્ટ વિશિષ્ટતમ હોય છે. તિર્યંચ નારકીને દેવ મનુષ્યની અપેક્ષાએ યોગોનો ઉચ્ચતમ વિકાસ હોતો નથી. દેવ' પદથી વૈમાનિક અને જ્યોતિષ્ક દેવ તથા 'અસુર' પદથી ભવનપતિ અને વ્યંતરોનું ગ્રહણ થાય છે. તંસિ તંસિ સમર્થસિ - જીવોને એક સમયે એક જ મનોયોગ, એક જ વચનયોગ અને એક જ કાયયોગ હોય છે.
શાસ્ત્રમાં મનોયોગના ચાર ભેદ કહ્યા છે– (૧) સત્યમનોયોગ (૨) મૃષામનોયોગ (૩) સત્યમૃષામનોયોગ (૪) અસત્યામૃષામનોયોગ.વ્યવહાર–મનોયોગ) એક જીવને એક સમયે એક જ મનોયોગ સંભવી શકે છે, શેષ ત્રણ નહીં.
વચનયોગના ચાર ભેદ– (૧) સત્યવચનયોગ (૨) અસત્યવચનયોગ (૩) સત્યમૃષાવચનયોગ (૪) અસત્યામૃષા-વ્યવહારવચનયોગ. આ ચાર વચનયોગમાંથી એક સમયે એક જીવને એક જ વચનયોગની સંભવી શકે છે, શેષ ત્રણ નહીં.
કાયયોગના સાત ભેદ છે– (૧) ઔદારિક કાયયોગ (૨) ઔદારિક મિશ્રકાયયોગ (૩) વૈક્રિય કાયયોગ (૪) વૈક્રિય મિશ્રકાયયોગ (૫) આહારક કાયયોગ (૬) આહારક મિશ્રકાયયોગ (૭) કાર્પણ કાયયોગ. આ સાત યોગમાંથી એક સમયે એક જ કાયયોગ હોઈ શકે, શેષ છ હોતા નથી.
અસંખ્યાત દેવ મનુષ્યની અપેક્ષાએ અસંખ્યાત મન, વચન અને કાયયોગ હોય છે પરંતુ તેમાં મનયોગત્વ આદિ સામાન્યની અપેક્ષાએ તે એક–એક છે.
ઉત્થાન, કર્મ, બલ આદિ શબ્દો સ્થલદષ્ટિએ પર્યાયવાચી જેવા જણાય છે તથાપિ સુક્ષ્મ દષ્ટિએ તેના અર્થ આ પ્રમાણે છે
(૧) ઉત્થાન :- ઉદ્ઘભવન-ઊભા થવું વગેરે ક્રિયા ઉત્થાન છે. (૨) કર્મ :- જીવની ચેષ્ટાવિશેષ કર્મ છે. (૩) બલ:- શારીરિક સમાÁ બલ છે. (૪) વીર્ય - જીવનો ઉત્સાહ, આત્મબલ તે વીર્ય છે. (૫) પુરુષાકાર પરાક્રમ :- મર્દાનગી ભરેલ પરાક્રમ, બહાદુરી, પૌરુષ યુક્ત પરાક્રમ તે પુરુષાકાર પરાક્રમ કહેવાય છે. આત્મવીર્ય અને શરીરબળનું ક્રિયાવિત થવું પુરુષાકાર પરાક્રમ છે. બીજી રીતે - ઉત્થાનકર્મ = શારીરિક પ્રવૃત્તિ, ચેષ્ટા, હલનચલન ક્ષમતા. બલવીર્ય = શારીરિક આત્મિક સામર્થ્ય, પ્રવૃત્તિ માટે ઉત્સાહ, હિંમત. પુરુષાકાર પરાક્રમ = સામર્થ્ય અનુસાર પ્રવૃત્તિ, પુરુષાર્થ, પરાક્રમ.
ઉત્થાનાદિ શબ્દોનો પ્રયોગ સુત્રોમાં બે પ્રકારે જોવા મળે છે– (૧) કર્મબંધ વગેરે ક્રિયાઓ જીવ સ્વયં પોતાના ઉત્થાન આદિથી કરે છે અથવા જીવમાં ઉત્થાનાદિ છે માટે તે એજનાદિ ક્રિયાઓ કરે છે. (૨)