________________
[ ૧૨ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
ભાવાર્થ :- અંતિમ શરીરી જીવોનું મરણ એક છે. યથાભૂત-યથાર્થ સંશુદ્ધ(સ્વરૂપ) એક છે
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચરમ શરીરીના મરણ અને તેનાથી પ્રગટ થતાં આત્માના શુદ્ધ સ્વરૂપમાં એકત્વ પ્રગટ કર્યું છે. પ્રત્યેક પ્રાણીને બે પ્રકારના શરીર હોય છે. સ્કૂલ અને સૂક્ષ્મ. મૃત્યુ સમયે સ્કૂલ શરીર છૂટી જાય છે પણ સૂક્ષ્મ શરીર છૂટતું નથી. તે સૂક્ષ્મ શરીર જ પુનઃ સ્થૂલ શરીર પ્રાપ્તિનું નિમિત્ત બને છે. સૂક્ષ્મ શરીર હોય ત્યાં સુધી જન્મ-મરણનું ચક્ર ચાલુ રહે છે. તે વિલીન થઈ જાય પછી શરીર પ્રાપ્ત થતું નથી. જે શરીર દ્વારા જન્મ-મરણના ચક્રનો અંત આવે તેને અંતિમ શરીર–ચરમ શરીર કહેવાય છે. તેવા ચરમ શરીરીને એક જ મરણ હોય છે. સિદ્ધ થયા પછી તેનું મરણ નથી માટે ચરમ શરીરીનું મરણ એક કહ્યું છે. અથવા તદ્દભવ મોક્ષગામી અનેક જીવોના અંતિમ શરીરપણાની સમાનતાથી તે એક છે. આ ચરમ શરીરથી મુક્ત થયા પછી આત્માનું યથાર્થ સિદ્ધ સ્વરૂપ-શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે. આ શુદ્ધ સ્વરૂપ સર્વ મુક્તાત્માઓનું સમાન હોવાથી તેને શુદ્ધ આહાભૂપત્ત શબ્દ દ્વારા એક કહ્યું છે. દુઃખનું એકત્વ :१७ एगे दुक्खे जीवाणं एगभूए । ભાવાર્થ - જીવોનું દુઃખ એક અને એકભૂત છે. વિવેચન :
આ સૂત્રમાં દુ:ખને એકભૂત કહ્યું છે. એકભૂતના ત્રણ રીતે અર્થ થાય છે. (૧) એકભૂત એટલે તે દુઃખરૂપ ફળ દેનારું પાપકર્મ આત્મપ્રદેશ સાથે લોખંડના ગોળામાં પ્રવિષ્ટ અગ્નિની જેમ એકરૂપ થઈ બંધાયું છે. તેથી દુઃખ એક છે. (૨) જેવું દુઃખ મારે છે તેવું દુઃખ અન્યને છે, આવી એકતાની પ્રતીતિ કરાવતું દુઃખ એકભૂત કહેવાય છે. (૩) એક કે અનેક જીવના દુઃખ અલગ અલગ હોવા છતાં પાપકર્મના ફળનો અનુભવ સર્વ જીવને એક રૂપે જ કરવો પડે છે. આ રીતે વેદન સામાન્યની અપેક્ષાએ દુઃખ એક છે. ધર્મ-અધર્મની પ્રતિજ્ઞાના ફળનું એકત્વ :१८ एगा अहम्मपडिमा, जं से आया परिकिलेसइ । एगा धम्मपडिमा, जं से आया पज्जवजाए । ભાવાર્થ :- અધર્મ પ્રતિમા એક છે, જેનાથી આત્મા પરિક્લેશને પામે છે. ધર્મપ્રતિમા એક છે, જેનાથી આત્મા પર્યવજાત-પુષ્ટ થાય છે.