________________
સ્થાન-૧
[ ૧૧ ]
વિજ્ઞાન - વિશિષ્ટ જ્ઞાન. ધારણાના તીવ્રતર જ્ઞાનને વિજ્ઞાન કહે છે. સૂત્રગત વિષ્ણુનું સંસ્કૃત રૂપાંતર વિજ્ઞાતા થાય છે.
સત્રોક્ત તર્ક વગેરે અનેક હોય છે તોપણ જાણવાની અપેક્ષાએ કે તર્કત્વ વગેરે સામાન્યની અપેક્ષાએ તે એક-એક છે. વેદનાનું એકત્વ :१४ एगा वेयणा । ભાવાર્થ :- વેદના એક છે. વિવેચન :
પીડારૂપ પરિણતિને વેદના કહે છે. આ સ્થાનના છઠ્ઠા સૂત્રમાં વેદનાનો અર્થ કર્મફળનો અનુભવ કરવો, તેવો કર્યો છે. અહીં વેદનાનો અર્થ પીડા વિશેષ કે દુઃખનો અનુભવ વિશેષ છે. તે વેદનાઓ અનેક હોય છે છતાં દુઃખવેદન સામાન્યની અપેક્ષાએ તેને એક કહી છે સ્થિતિઘાત અને રસઘાતનું એકત્વ :| १५ एगे छेयणे । एगे भेयणे । ભાવાર્થ :- છેદન એક છે. ભેદન એક છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કર્મોના છેદન–ભેદન સંબંધી વર્ણન છે. છેદન-ભેદન - સામાન્યતઃ છેદન એટલે તલવારાદિથી છેદવું, ટુકડા કરવા અને ભેદન એટલે ભાલાદિથી ભેદવું, વિંધવું, વિદારણ કરવું.
કર્મશાસ્ત્ર અનુસાર છેદન એટલે કર્મોની સ્થિતિનો ઘાત કરવો અર્થાતુ ઉદીરણા કરણ દ્વારા કર્મોની દીર્ઘ સ્થિતિને હસ્વ કરવી. ભેદન એટલે કર્મોના રસનો ઘાત કરવો અર્થાત્ ઉદીરણાકરણ દ્વારા તીવ્ર અનુભાગને–ફળ દેવાની શક્તિને મંદ કરવી. તે છેદન–ભેદનના અનેક પ્રકાર હોવા છતાં તે સર્વમાં છેદનત્વ, ભેદનત્વ સમાન છે, તેથી તથા સર્વ જીવોની કર્મોની સ્થિતિ અને અનુભાગ ઓછા કરવા રૂપ ક્રિયાની સમાનતાથી છેદન, ભેદન એક–એક છે. ચરમશરીરીના મરણનું એકત્વ :१६ एगे मरणे अंतिमसारीरियाणं । एगे संसुद्धे अहाभूए पत्ते ।