________________
| સ્થાન-૧
ઉત્પાદ અને વ્યયનું એકત્વ :|१० एगा उप्पा । एगा विगई ।
ભાવાર્થ :- ઉત્પાદ—ઉત્પત્તિ એક છે. વિગતિ-વિનાશ એક છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રિપદીના બે અંગેનો નિર્દેશ છે. જૈનતત્ત્વવાદ અનુસાર પ્રત્યેક દ્રવ્ય ઉત્પાદ, વ્યય અને ધ્રુવ અવસ્થાથી યુક્ત હોય છે. તેમાં ઉત્પાદ અને વ્યય તે બે વસ્તુની અવસ્થાના પરિવર્તનને સૂચવે છે અને ધ્રૌવ્ય વસ્તુના સ્થાયિત્વને સૂચવે છે.
૩M એટલે ઉત્પત્તિ અને વિ૬ એટલે વિનાશ. પ્રત્યેકદ્રવ્યમાં સમયે-સમયે પર્યાયની ઉત્પત્તિ અને વિનાશ થયા કરે છે.
એક સમયમાં એક જ પર્યાયની એકરૂપે ઉત્પત્તિ થાય છે, બે રૂપે થતી નથી. તેથી ઉત્પત્તિ એક છે. અનેક દ્રવ્યોની પર્યાયની ઉત્પત્તિઓની અપેક્ષાએ અનેક ઉત્પત્તિઓમાં ઉત્પાદુ ધર્મ સમાન હોવાથી ઉત્પત્તિ એક કહી છે. ઉત્પત્તિની જેમ એક સમયમાં એક પર્યાયનો જ નાશ થાય છે તેથી એક વિનાશ કહ્યો છે અથવા અનેક દ્રવ્યોના વિનાશની અપેક્ષાએ વિનાશ અનેક પ્રકારના હોવા છતાં વિનાશવરૂપ સામાન્યની અપેક્ષાએ વિનાશ એક કહ્યો છે.
વિભૂષાનું એકત્વ :११ एगा वियच्चा । ભાવાર્થ :- વિવર્ચા–વિભૂષા એક છે. વિવેચન :વિવા :- આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે. (૧) વાતાવ = મૃત શરીર, (૨) વિવ ભિન્ન ભિન્ન વિભૂષાઓમાં વિભૂષિત થવાપણું સમાન છે તે અપેક્ષાએ તેને એક કહી છે. ગતિ, ચ્યવન વગેરેનું એકત્વ :|१२ एगा गई । एगा आगई । एगे चयणे । एगे उववाए ।
વિભૂષા,
ભાવાર્થ :- ગતિ એક છે. આગતિ એક છે. ચ્યવન એક છે. ઉપપાત એક છે.