________________
[ ૮]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
એટલે શરીરમાં જે વિભૂષા, વિશેષતા કરવામાં આવે છે. જેમ કે કોઈ વાળને ઓળી, વિવિધ ગૂંથણી દ્વારા વિભૂષિત કરે; સર્પ ફણા ધારણ કરે, મયૂર પાંખોને છત્રાકાર કરે, તે સર્વ અપર્યાદાય વિકર્વણા છે.
અનેક જીવો અનેક પ્રકારે અપર્યાદાય વિકુવર્ણાઓ કરે છે. તેમાં બહારના મુદ્દગલની અગ્રહણતા સમાન રૂપે રહેલી હોવાથી તેને એક કહેવામાં આવી છે.
અહીં જેમ એક પ્રકારની અપર્યાદાય વિદુર્વણાનું સૂત્ર છે તેમ પર્યાદાય વિકર્વણાનું સૂત્ર પણ હોવું જોઈએ પરંતુ કોઈપણ કારણે તે સુત્ર ઉપલબ્ધ નથી. ત્રીજા સ્થાનમાં ત્રણ પ્રકારની વિફર્વણામાં તેનો સમાવેશ થઈ જાય છે. પ્રત્યેક યોગોનું એકત્વ :
3 ને મળે I JIT વI ને વાય-વાયાને ! ભાવાર્થ :- મન એક છે. વચન એક છે. કાય વ્યાયામ(કાયાની પ્રવૃત્તિ-કાયયોગ) એક છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જીવની પ્રવૃત્તિના આધારભૂત એવા મન, વચન, કાયાના એકત્વનું નિરૂપણ છે. આગમ સાહિત્યમાં આ ત્રણેયને યોગ કહ્યા છે. આગામોમાં કાયયોગ શબ્દનો પ્રયોગ વિશેષ જોવા મળે છે પણ કાય વ્યાયામનો પ્રયોગ અહીં તથા આ સ્થાનના ૧૯મા સુત્રમાં જ જોવા મળે છે. કાયાની પ્રવૃત્તિ જ કાય વ્યાયામ કહેવાય છે.
મનોયોગ :- મનન કરવું તે મન. મનોયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી ચિંતન-મનન વિચારણા કરવા રૂપ જીવના વ્યાપારને મનોયોગ કહેવામાં આવે છે. સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર મનોયોગ, તેવા તેના ચાર પ્રકાર છે. મનોયોગવાળા જીવો અસંખ્યાત છે તેથી મનોયોગ પણ અસંખ્યાત છે. તે સર્વ મનોયોગમાં મનન કરવારૂપ વ્યાપાર સમાન છે તેથી મનનરૂપ સામાન્યની અપેક્ષાએ મનને એક કહ્યું છે.
વચનયોગ :- બોલવામાં આવે તે વચન. ભાષા વર્ગણાને ગ્રહણ કરી, ભાષારૂપે પરિણાવી, ભાષારૂપ પુદગલોને બહાર મૂકવારૂપ જીવના વ્યાપારને વચનયોગ કહેવામાં આવે છે. તેના સત્ય વચનયોગ વગેરે ચાર પ્રકાર છે તથા વચનયુક્ત જીવોની અપેક્ષાએ વચનયોગના અસંખ્યાત પ્રકાર છે. તે સર્વમાં વચન વ્યાપાર સમાન છે માટે વચનને એક કહ્યું છે.
કાયવ્યાયામ :- કાય એટલે શરીર. શરીરની પ્રવૃત્તિ-વ્યાપારને કાય વ્યાયામ કહે છે. તેના ઔદારિક, ઔદારિક મિશ્ર વગેરે સાત પ્રકાર છે તથા કાય વ્યાપાર યુક્ત અનંત જીવોની અપેક્ષાએ તે અનંત છે પરંતુ તે સર્વમાં કાય વ્યાયામત્વ સમાન છે. આ કાય વ્યાપારની સમાનતાની અપેક્ષાએ કાય વ્યાયામને એક કહ્યો છે.