________________
સ્થાન-૧
પુદ્ગલો આત્મપ્રદેશ પરથી ખરી જાય તે નિર્જરા કહેવાય છે. આઠ પ્રકારના કર્મો આત્મા પરથી દૂર થાય છે. તે દૃષ્ટિએ નિર્જરા આઠ પ્રકારની છે પરંતુ તે સર્વમાં દૂર થવા રૂપ ક્રિયા સમાન છે, માટે નિર્જરા એક છે.
વેદના તે નિર્જરાનું પૂર્વરૂપ છે. કારણ કે પહેલાં કર્મ પુદગલોનું વેદન થાય અને પછી જ તે કર્મોની નિર્જરા થાય છે.
પ્રત્યેક શરીરી જીવોનું એકત્વ :| ७ एगे जीवे पाडिक्कएणं सरीरएणं । ભાવાર્થ :- પ્રત્યેક શરીરમાં જીવ એક છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શરીરના આધારે જીવનું એકત્વ દર્શાવ્યું છે. આ સ્થાનના પ્રથમ સૂત્રમાં આત્માનું એકત્વ દર્શાવ્યું છે. આત્મા અને જીવ બંને શબ્દ પર્યાયવાચી છે.
જીવને શરીરનામ કર્મના ઉદયથી શરીરની પ્રાપ્તિ થાય છે. શરીરના આધારે સંસારી જીવના બે પ્રકાર છે– (૧) પ્રત્યેક શરીરી (૨) સાધારણ શરીરી. એક શરીરનો સ્વામી એક જ જીવ હોય તો તે પ્રત્યેક શરીરી જીવ કહેવાય છે. જેમ કે દેવ, નારકી વગેરે અને એક શરીરના સ્વામી અનેક જીવ હોય તો તે સાધારણ શરીરી જીવ કહેવાય છે. જેમ કે કંદમૂળ, બટેટા, ડુંગળી વગેરે. પ્રસ્તુત સૂત્રમાં પ્રત્યેક શરીરી જીવ વિવક્ષિત છે. પ્રત્યેક શરીરી જીવોના એક–એક શરીરમાં એક–એક આત્મા જ રહે છે.
અહીં વિશેષ જ્ઞાતવ્ય એ છે કે " ગાથા"આ સુત્રમાં શરીરમુક્ત આત્મા વિવક્ષિત છે અને પ્રસ્તુત સુત્રમાં કર્મબદ્ધ અને શરીરધારક સંસારી જીવ વિવક્ષિત છે. તેમાં પણ પ્રત્યેકશરીરી જીવ વિવક્ષિત છે, સાધારણ શરીરી અનંતજીવોની અહીં વિવક્ષા નથી.
વિદુર્વણા(વિક્રિયા)નું એકત્વ :
८ एगा जीवाणं अपरियाइत्ता विगुव्वणा । ભાવાર્થ :- જીવોની બહારના પુદ્ગલ ગ્રહણ કર્યા વિનાની વિદુર્વણા(વિશેષ ક્રિયા) એક છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વિકર્વણાનો અર્થ છે વિશેષતા કરવી, શરીરને વિભૂષિત કરવું. શરીરમાં જે કાંઈપણ વિશેષતા કરવામાં આવે તેને અહીં વિફર્વણા કહી છે.
અપરિવાર - અપર્યાદાય વિકર્વણા. અપર્યાદાય એટલે બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના, વિદુર્વણા