________________
[ s ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશબંધ તેમ ચાર પ્રકાર પણ છે. આ સર્વભેદો બંધ સામાન્યની અપેક્ષાએ એક છે. આ કારણે સૂત્રમાં બંધને એક કહ્યો છે. મોક્ષ - સમસ્ત કર્મોના નાશને મોક્ષ કહે છે. આઠે કર્મોના ક્ષયની અપેક્ષાએ મોક્ષ આઠ પ્રકારનો છે. તે સર્વમાં મોચન-છૂટવારૂપ ક્રિયા સમાન છે, તે અપેક્ષાએ મોક્ષ એક છે. જેઓ એકવાર મુક્ત થઈ ગયા, તેઓને બીજીવાર મુક્ત થવું પડતું નથી તેથી પણ મોક્ષ એક કહેવાય છે.
મુક્ત જીવો લોકાગ્રે જે ક્ષેત્રમાં સ્થિત છે, તેના આધારભૂત ક્ષેત્રને જ ઉપચારથી મોક્ષ કહેવામાં આવે છે. આ મોક્ષ ક્ષેત્ર એક છે, તે અપેક્ષાએ પણ મોક્ષને એક કહ્યો છે.
બંધ અને મોક્ષ પરસ્પર પ્રતિપક્ષરૂપ છે. બંધ દ્વારા આત્માના ચૈતન્યાદિ ગુણ બદ્ધ થાય છે. જ્યારે આ ચૈતન્યાદિ ગુણો મુક્ત થઈ જાય તેને મોક્ષ કહે છે. પુણ્યઃ - શુભ ભાવથી જે કર્મ બંધાય તે પુણ્ય અથવા શુભ કર્મ તે પુણ્ય. શાતાવેદનીય વગેરે ૪૨ પ્રકારે પુણ્ય ભોગવાય છે. તે ૪ર ભેદ ઉપરાંત તેના અન્ય પણ અનેક પ્રકાર છે. તે સર્વમાં શુભત્વ સમાન છે માટે પુણ્ય એક છે. પાપ:- આત્માને જે મલિન કરે તે પાપ કહેવાય છે. અશુભ ભાવથી જે કર્મ બંધ થાય તે પણ પાપકર્મ કહેવાય છે. પાપના અઢાર પ્રકાર શાસ્ત્રમાં કહ્યા છે. તે દરેક પાપથી જીવ ભારે થાય છે. આ કારણે પાપને એક કહ્યું છે. જ્ઞાનાવરણીય વગેરે ૮ર પ્રકારે પાપ ભોગવાય છે. તેના અનેક ભેદોમાં અશુભપણું સમાન છે તેથી તે એક છે.
પુણ્ય અને પાપ બંને તત્ત્વ પરસ્પર પ્રતિપક્ષરૂપ છે. પુણ્ય દ્વારા જીવને શાતા–અનુકૂળતાની અનુભૂતિ થાય છે અને પાપ દ્વારા જીવને દુઃખની–પ્રતિકૂળતાની અનુભૂતિ થાય છે. આશ્રવ – જેના દ્વારા આત્મામાં આઠ પ્રકારના કર્મો પ્રવેશે છે, કર્મ બંધના જે અનેક કારણો છે, તે આશ્રવ કહેવાય છે. આ આશ્રવોમાં પ્રવાહરૂપે કર્મ આવવાની સમાનતા હોવાથી તે એક છે. સંવર :- આવતાં કર્મોને રોકવા, આશ્રવદ્વાનોને બંધ કરવા તે સંવર કહેવાય છે. પ૭ પ્રકારના સંવરમાં સંવરપણું સમાનરૂપે છે, તેથી તે એક છે.
આશ્રવ અને સંવર આ બંને તત્ત્વ પરસ્પર પ્રતિપક્ષ ભાવરૂપ છે. આશ્રવ કર્મ પુદ્ગલોને આકર્ષે છે. સંવર આકર્ષિત થતાં કર્મયુગલોને રોકે છે. વેદના – કર્મફળના વેદનને વેદના કહે છે. સ્વભાવથી અથવા ઉદીરણા દ્વારા ઉદયમાં આવેલા કર્મોનો અનુભવ તે વેદના કહેવાય છે. આઠ પ્રકારના કર્મોના ફળ અનુભવવાની અપેક્ષાએ વેદના આઠ પ્રકારની છે. આ સર્વ વેદનામાં વેદવાપણું સમાન છે માટે વેદના એક છે. નિર્જરા - નિર્જરા એટલે કર્મોનું જીવ પ્રદેશથી અંશતઃ કે સર્વતઃ દૂર થવું. ફળનો અનુભવ કરાવી કર્મ