________________
સ્થાન-૧
૫
વર્ણન છે. જેમાં પૂર્વોક્ત દંડસૂત્ર અને આ ક્રિયાસૂત્ર બંનેનો સમાવેશ થાય છે. દંડસૂત્રમાં અર્થદંડ આદિ પાંચ ક્રિયાનું કથન છે. શેષ આઠ ક્રિયાનું કથન આ સૂત્ર દ્વારા થાય છે તે આઠ ક્રિયા આ પ્રમાણે છે– (૧) મૃષાપ્રત્યયા (૨) અદત્તાદાન પ્રત્યયા (૩) અધ્યાત્મ પ્રત્યયા (૪) માન પ્રત્યયા (૫) મિત્રદ્વેષ પ્રત્યયા (૬) માયાપ્રત્યયા (૭) લોભપ્રત્યયા (૮) ઐર્યાપથિકી ક્રિયા. ઉપરોક્ત સર્વ ક્રિયામાં કરણ(કરવા)રૂપ વ્યાપાર સમાન હોવાથી અપેક્ષાએ ક્રિયાને એક કહી છે.
લોક અલોક વગેરેનું એકત્વ :
હું ને તૌ । ને અલોય્ । ને થર્મો । ને અધર્મો ।
ભાવાર્થ :- લોક એક છે. અલોક એક છે. ધર્માસ્તિકાય એક છે. અધર્માસ્તિકાય એક છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સંગ્રહનયના આધારે લોક વગેરે દ્રવ્યનું એકત્વ પ્રગટ કર્યું છે. લોક—અલોક શબ્દથી અહીં આકાશદ્રવ્યનું ગ્રહણ થાય છે.
જ્યાં ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્ય હોય તે લોક અને જ્યાં ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્ય ન હોય માત્ર આકાશ દ્રવ્ય હોય તે અલોક કહેવાય છે. જીવ પુદ્ગલની ગતિમાં સહાયક દ્રવ્ય ધર્માસ્તિકાય અને સ્થિતિમાં સહાયક દ્રવ્ય અધર્માસ્તિકાય કહેવાય છે. આ લોક, અલોક, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ એક– અખંડ દ્રવ્યરૂપ છે. તેથી તેને એક કહ્યા છે.
બંધ, મોક્ષ વગેરેનું એકત્વ :
૬ ો વધે । શ્ને મોન્તે । શ્ને પુણે । ને પાવે । ને માલવે । ને સંવા લેયા ।। બિષ્ના |
ભાવાર્થ :- બંધ એક છે. મોક્ષ એક છે. પુણ્ય એક છે. પાપ એક છે. આશ્રવ એક છે. સંવર એક છે. વેદના એક છે. નિર્જરા એક છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કર્મની બંધથી મોક્ષ સુધીની અવસ્થાઓનું તથા નવ તત્ત્વમાંથી સાત તત્ત્વોનું પ્રતિપાદન છે.
બંધ :– કષાય અને યોગથી કર્મ પુદ્ગલોનું આત્મ પ્રદેશ સાથે બંધાવું તે બંધ કહેવાય છે. તેના બે પ્રકાર છે– (૧) સાંકળ આદિ દ્વારા જે બંધ થાય તે દ્રવ્યબંધ (૨) રાગ–દ્વેષથી જે બંધ થાય તે ભાવબંધ. કર્મબંધના