________________
|
૪ |
શ્રી ઠાણાગ સુત્ર-૧
પણ તેને એક કહેવામાં આવે છે. પ્રત્યેક આત્મા દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ એક અખંડ દ્રવ્યરૂપ છે તેથી તે એક છે. પ્રથમ સ્થાનમાં દ્રવ્યાર્થને પ્રધાન બનાવી આત્માને એક કહ્યો છે અથવા આત્માઓ અનંત હોવા છતાં ચૈતન્યની સમાનતાના કારણે તેને એક કહ્યો છે.
દંડનું એકત્વ :
રૂ ને વંદે ! ભાવાર્થ :- દંડ એક છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સંગ્રહનયની દષ્ટિએ દંડનું નિરૂપણ કર્યું છે. દંડઃ- જે પરિણતિ કર્મબંધના કારણભૂત બને તે પરિણતિને દંડ કહે છે. જેના દ્વારા આત્મા દંડાય તે દંડ કહેવાય છે. તે દંડના બે પ્રકાર છે– દ્રવ્ય દંડ અને ભાવ દંડ. લાકડી, સોટી વગેરે દ્રવ્ય દંડ છે અને દુષ્યવૃત્તિ યુક્ત મન, વચન, કાયા ભાવ દંડ કહેવાય છે. આ ભાવ દંડના પાંચ પ્રકાર છે. (૧) અર્થદંડ (૨) અનર્થ દંડ (૩) હિંસા દંડ (૪) અકસ્માત્ દંડ (૫) દષ્ટિ વિપર્યાસ દંડ. આ સૂત્રમાં ભાવ દંડ અપેક્ષિત છે. આ પ્રત્યેક ભાવ દંડ આત્માને કર્મથી આવરિત કરે છે. તે સર્વ દંડમાં આત્માને કર્માવરિત કરવાની શક્તિ સમાન હોવાથી, દંડને એક કહ્યો છે. ક્રિયાનું એકત્વ :
४ एगा किरिया । ભાવાર્થ :- ક્રિયા એક છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સંગ્રહનયની દષ્ટિએ ક્રિયાનું એકત્વ દર્શાવ્યું છે.
કિયા - ક્રિયાનો સામાન્ય અર્થ છે પ્રવૃત્તિ. આગમ સાહિત્યમાં ક્રિયા શબ્દનો પ્રયોગ અનેક અર્થોમાં જોવા મળે છે. વસ્તુની સ્વાભાવિક ક્રિયા–અર્થક્રિયા પણ ક્રિયા કહેવાય છે. અહીં વિશેષ પ્રવૃત્તિ' અર્થમાં ક્રિયા શબ્દનો પ્રયોગ થયો છે. જે કરવામાં આવે તે ક્રિયા. મન, વચન, કાયા દ્વારા જે કરાય તે ક્રિયા કહેવાય
આગમમાં કાયિકી આદિ ક્રિયાની અપેક્ષાએ અનેક પ્રકારે ક્રિયાનું વર્ગીકરણ છે. તે આ સૂત્રના બીજા અને પાંચમા સ્થાનમાં છે પણ તેનું વિશ્લેષણ ત્યાં કર્યું છે. શ્રી સૂયગડાંગ સૂત્રમાં તેર ક્રિયા સ્થાનનું