________________
સ્થાન–૪ : ઉદ્દેશક-૪
(૨) ઉન્નતાવર્ત :– વંટોળમાં પાંદડા, તૃણ વગેરે ગોળ–ગોળ ઘૂમતા ઊંચે ચડે છે તે. માન કષાય ઉન્નત સ્થાને હોવાથી ઉન્નતાવર્ત તુલ્ય કહ્યો છે.
૫૫૫
(૩) ગૂઢાવર્ત :– ગોળાકારનો છેડો પારખવો મુશ્કેલ છે, તેમ માયાવીના મનોભાવ પારખવા દુષ્કર છે. (૪) આમિષાવર્ત :– માંસ પર સમડી ઘુમરાયા કરે, તેમ લોભને અનર્થ રૂપ જાણવા છતાં જીવ ફરી ફરી લોભ કષાયમાં ફસાયા જ કરે છે.
આ ચારે કષાય તીવ્ર હોવાથી તેમાં પ્રવર્તમાન જીવની નરકમાં ઉત્પત્તિ થાય છે.
ચાર તારાવાળા નક્ષત્ર :
१३८ अणुराहा णक्खत्ते चउत्तारे पण्णत्ते । पुव्वासाढा एवं चेव । उत्तरासाठ एवं चेव ।
ભાવાર્થ :- અનુરાધા નક્ષત્રના ચાર તારા કહ્યા છે. તે જ રીતે પૂર્વાષાઢા નક્ષત્રના ચાર તારા કહ્યા છે. તે જ રીતે ઉતરાષાઢા નક્ષત્રના ચાર તારા કહ્યા છે.
પાપકર્મનો ચય ઉપચય :
१३९ जीवा णं चउट्ठाणणिव्वत्तिए पोग्गले पावकम्मयाए चिणिसु वा चिणंति वा चिणिस्संति वा तं जहा - णेरइयणिव्वत्तिए, तिरिक्खजो - ળિયપિવૃત્તિ, મનુસ્સ- પિત્તિ, દેવળિત્તિર્ ।
एवं उवचिणिंसु वा उवचिणंति वा उवचिणिस्संति वा । एवं વિ-વિળ- વષ-ડવી-ત્રેય તહ ખિન્ના ચેવ ।
ભાવાર્થ :- ચાર પ્રકારે ઉપાર્જિત કર્મ પુદ્ગલોને જીવે પાપકર્મ રૂપે ભૂતકાળમાં સંચિત કર્યા છે, વર્તમાનમાં સંચિત કરે છે અને ભવિષ્યમાં સંચિત કરશે. તે આ પ્રમાણે છે– (૧) નારકી રૂપે જીવોએ ભેગા કરેલા કર્મ પુદ્ગલ (૨) તિર્યંચ રૂપે જીવે ભેગા કરેલા કર્મ પુદ્ગલ (૩) મનુષ્ય રૂપે જીવે ભેગા કરેલા કર્મ પુદ્ગલ (૪)દેવ રૂપે ભેગા કરેલા કર્મ પુદ્ગલ.
તે જ રીતે જીવોએ ચતુઃસ્થાન નિવર્તિત કર્મ પુદ્ગલોનો ઉપચય, બંધ, ઉદીરણા, વેદન અને નિર્જરા ભૂતકાળમાં કરી છે, વર્તમાનમાં કરે છે અને ભવિષ્યમાં કરશે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચારે ગતિના જીવો પાપકર્મનો ચય, ઉપચય, બંધ, ઉદીરણા, વેદન, નિર્જરા કરે છે,