________________
| પપદ |
શ્રી ઠાણાંગ સત્ર-૧
તેનું કથન છે. ચય–ઉપચયાદિનો અર્થ પૂર્વવત જાણવો. પુગલ સ્કંધ અનંત :१४० चउपएसिया खंधा अणंता पण्णत्ता । चउपएसोगाढा पोग्गला अणंता पण्णत्ता। चउसमयट्ठिईया पोग्गला अणंता पण्णत्ता । चउगुणकालगा पोग्गला अणता पण्णत्ता जाव चउगुणलुक्खा पोग्गला अणता पण्णत्ता । ભાવાર્થ - ચાર પ્રદેશવાળા પુદ્ગલસ્કંધ અનંત છે. આકાશના ચાર પ્રદેશોની અવગાહના કરનારા પુગલ સ્કંધો અનંત છે. ચાર સમયની સ્થિતિવાળા પુદ્ગલ સ્કંધ અનંત છે. ચાર ગુણ કાળા પુદ્ગલ સ્કંધ અનંત છે. તે જ રીતે સર્વ વર્ણ, ગંધ, રસ, સ્પર્શના ચાર–ચાર ગુણવાળા પુદ્ગલ અનંત છે.
વિવેચન :
લોકમાં સર્વ પ્રકારના પુદ્ગલો અનંત અનંત હોય છે. પરમાણુથી અનંતપ્રદેશી સ્કંધ સુધી; એક સમયની સ્થિતિથી અસંખ્ય સમયની સ્થિતિવાળા; એક આકાશ પ્રદેશ અવગાહનાથી અસંખ્ય આકાશપ્રદેશ અવગાઢ પુદ્ગલ અને એક ગુણ કાળાથી અનંતગુણ કાળા સુધીના સર્વ પુગલો અનંત અનંત હોય છે પરંતુ અહીં ચોથા સ્થાનને અનુલક્ષીને માત્ર ચાર પ્રદેશી પુદ્ગલ, ચાર આકાશપ્રદેશ અવગાઢ યુગલ અને ચાર સમયની સ્થિતિવાળા પુદ્ગલ વગેરેને અનંત અનંત કહ્યા છે. આ સૂત્રમાં પુદ્ગલ સ્કંધના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવને આશ્રયી અનંતાત્મકતા દર્શાવી છે. જેમાં દ્રવ્યથી સ્કંધ, ક્ષેત્રથી અવગાહન, કાલથી સ્થિતિ અને ભાવથી વર્ણાદિની અપેક્ષાએ કથન છે.
3
તે સ્થાન–૪ ઉદ્દેશક-૪ સંપૂર્ણ છે. સ્થાનાંગ સૂત્ર ભાગ-૧ સંપૂર્ણ છે