________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
કાલોદ સમુદ્ર, પુષ્કરોદ સમુદ્ર અને સ્વયંભૂરમણોદ સમુદ્રનું પાણી સ્વાભાવિક પાણી જેવું છે અને શેષ સમુદ્રનું પાણી ઈક્ષુરસ જેવું મધુર અને પથ્ય કહ્યું છે.
આવર્ત તથા તત્સમ કષાયનું ફળ :
૨૭ ચત્તાર આવત્તા પળત્તા, તં નહા– વાવત્તે, કળયાવત્તે, ગૂઢાવત્તે, આમિसावत्ते । एवामेव चत्तारि कसाया पण्णत्ता, तं जहा- खरावत्तसमाणे कोहे, उण्णया- वत्तसमाणे माणे, गूढावत्तसमाणा माया, आमिसावत्तसमाणे लोभे ।
૫૫૪
खरावत्तसमाणं कोहं अणुपविट्टे जीवे कालं करेइ, णेरइएसु उववज्जइ । उण्णयावत्तसमाणं माणं अणुपविट्टे जीवे कालं करेइ, णेरइएसु उववज्जइ । गूढावत्तसमाणं मायं अणुपविट्टे जीवे कालं करेइ, णेरइएसु उववज्जइ । आमिसा - वत्तसमाणं लोभं अणुपविट्टे जीवे कालं करेइ, णेरइएसु उववज्जइ ।
ભાવાર્થ :- ચાર પ્રકારના આવર્ત અને તે જ પ્રમાણે ચાર પ્રકારના કષાય કહ્યા છે, તે આ પ્રમાણે છે–
આવર્ત
૧. ખરાવર્ત.
૨. ઉન્નતાવર્ત.
૩. ગૂઢાવર્ત.
૪. આમિષાવર્ત.
કષાય
૧. ખરાવર્ત સમ ક્રોધ.
૨. ઉન્નતાવર્ત સમ માન.
૩. ગૂઢાવર્ત સમ માયા.
૪. આમિષાવર્ત સમ લોભ.
(૧) ખરાવર્ત—સમાન ક્રોધમાં વર્તતો જીવ, કાલ કરે તો નરકમાં ઉત્પન્ન થાય છે. (૨) ઉન્નતાવર્ત સમાન માનમાં વર્તતો જીવ, કાલ કરે તો નરકમાં ઉત્પન્ન થાય છે. (૩) ગૂઢાવર્ત સમાન માયામાં વર્તતો જીવ, કાલ કરે તો નરકમાં ઉત્પન્ન થાય છે. (૪) આમિષાવર્ત સમાન લોભમાં વર્તતો જીવ, કાલ કરે તો નરકમાં ઉત્પન્ન થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કષાયને આવર્તની ઉપમા આપી તે કષાયમાં કાળ કરનારની દુર્ગતિ દર્શાવી છે. આવર્તનો અર્થ છે ગોળાકાર ફરવું.
(૧) ખરાવર્ત :– પાણીની વચ્ચે અતિ વેગથી પાણી ગોળાકાર ફરતું હોય તેવી વમળ, ભમરીને ખરાવર્ત કહે છે.