________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪.
૫૫૩
શકતા નહીં. આ તેઓની વાદી શિષ્યોની ઉત્કૃષ્ટ સંપદા હતી. દેવલોકોના સંસ્થાન :१३३ हेठिल्ला चत्तारि कप्पा अद्धचंदसंठाणसंठिया पण्णत्ता,तं जहा- सोहम्मे, ईसाणे, सणंकुमारे, माहिंदे । ભાવાર્થ :- અધઃસ્તન નીચેના ચાર કલ્પ અર્ધ ચંદ્ર આકારે સ્થિત છે, તે આ પ્રમાણે છે– (૧) સૌધર્મ કલ્પ (૨) ઈશાન કલ્પ (૩) સનસ્કુમાર કલ્પ (૪) માહેન્દ્ર કલ્પ. १३४ मज्झिल्ला चत्तारि कप्पा पडिपुण्णचंदसंठाणसंठिया पण्णत्ता, तं जहाबंभलोगे, लंतए, महासुक्के, सहस्सारे । ભાવાર્થ :- મધ્યવર્તી ચાર કલ્પ પરિપૂર્ણ ચંદ્રના આકારે સ્થિત છે, તે આ પ્રમાણે છે– (૧) બ્રહ્મલોક કલ્પ (૨) લાંતક કલ્પ (૩) મહાશુક્ર કલ્પ (૪) સહસાર કલ્પ. १३५ उवरिल्ला चत्तारि कप्पा अद्धचंदसंठाणसंठिया पण्णत्ता, तं जहाआणए पाणए, आरणे, अच्चुए । ભાવાર્થ :- ઉપરિમ ચાર કલ્પ અર્ધ ચંદ્રના આકારે સ્થિત છે, તે આ પ્રમાણે છે– (૧) આનત કલ્પ (૨) પ્રાણત કલ્પ (૩) આરણ કલ્પ (૪) અશ્રુત કલ્પ. સમુદ્રગત પાણીનો સ્વાદ - १३६ चत्तारि समुद्दा पत्तेयरसा पण्णत्ता,तं जहा- लवणोदे, वरुणोदे, खीरोदे, વયોવે
ભાવાર્થ :- ચાર સમુદ્ર પ્રત્યેક રસ(ભિન્ન ભિન્ન રસ)વાળા કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) લવણોદકલવણ રસ સમાન ખારા પાણીવાળા. (૨) વરુણોદક- મદિરા રસ જેવા પાણીવાળા. (૩) ક્ષીરોદક– દુગ્ધ રસ સમાન પાણીવાળા. (૪) વૃતોદક– ધૃત રસ જેવા પાણીવાળા.
વિવેચન :
મધ્યલોકમાં અસંખ્યાત સમુદ્ર છે પરંતુ રસની દષ્ટિએ તેને ચાર ભાગમાં વિભક્ત કર્યા છે. લવણ સમુદ્રનું પાણી ખારું છે. વરુણોદક સમુદ્રનું પાણી મદિરા જેવું છે. ક્ષીરોદક સમુદ્રનું પાણી દૂધ જેવું શ્વેત અને મીઠું છે. ધૃતોદક સમુદ્રનું પાણી ઘી જેવું સ્નિગ્ધ છે.